Gujarat

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કારના મહાઅભિયાન અંતર્ગત. સાવરકુંડલા બ્રાન્ચ શાળા નં પાંચ ખાતે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ. 

નગરપાલિકા વોર્ડ નં ચાર ખાતે યોજાયેલ સ્પર્ધા માં અનેક સ્પર્ધકોએ ભાગ લઈ સૂર્ય નમસ્કાર કર્યા. 
સ્વાસ્થ્ય અને સંપત્તિ એ દરેક વ્યક્તિના ખુશાલ જીવનના મુળભુત પાયા છે તે બાબતને લક્ષમાં રાખી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કારના મહાઅભિયાન અંતર્ગત સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવેલ. જે અંતર્ગત સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નં. ચારની સ્પર્ધા સાવરકુંડલા બ્રાન્ચ શાળા નં પાંચ ખાતે યોજાયેલ. જેમાં અનેક સ્પર્ધકોએ સૂર્ય નમસ્કારને પોતાના જીવનનો ભાગ બનાવી એક સ્વસ્થ અને તંદુરસ્ત જીવનનું નિર્માણ કરવા ભાગ લીધો હતો. આ કાર્યક્રમને ટી.પી.ઈ.ઓ. નરેન્દ્રભાઈ જોષી,બી.આર.સી દર્શનાબેન જોષી, સી.આર.સી વિપુલભાઈ દૂધાતએ શુભેચ્છાઓ પાઠવી હતી. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે યોગ્ય બોર્ડના નીલાબેન વાઘાણી તથા ભારતીબેન જાજલે સેવા આપી હતી.  આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય અભિષેકભાઈ પંડયાના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકો ગીતાબેન ચાવડા, સેજલબેન કાથરોટીયા, પૂનમબેન ભટ્ટી,
હિરેનભાઈ જીકાદ્રા, ભાર્ગવભાઈ પંડયા, ભરતભાઈ, હસમુખભાઈ, નિરવભાઈ મહેતા,
ડિમ્પલબેન,અરુણાબેન,વિલાસબેન,
હર્ષાબેન વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

IMG-20231219-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *