Gujarat

બોટાદ જીલ્લામાં વીજચોરો સામે PGVCL ની લાલ આંખ  

બોટાદ જિલ્લામાં PGVCLના વ્યાપક દરોડા ૧૭ થી ૨૧ જુલાઈ ૨૦૨૩ દરમ્યાન ૧૩૦ જેટલી ટીમો દ્વારા વીજચેકીંગની ડ્રાઇવ હાથ ધરવામાં આવી
૧૪૪૧ વીજ કનેક્શનો પૈકી ૩૨૮ જેટલા વીજ ગ્રાહકોને વીજ ચોરી કરતા ઝડપી અંદાજે રૂ. ૧૩૮.૧૨ લાખની વીજચોરીનો ફટકારાયો દંડ
           બોટાદ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર તેમજ વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેરની સીધી દેખરેખ હેઠળ ૧૭ થી ૨૧ જુલાઈ,૨૦૨૩ દરમ્યાન બોટાદ,બરવાળા, રાણપુર, પાળીયાદ, ગઢડા અને ઢસા પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા વિવિધ ગામોમાં પોલીસ તેમજ એસ.આર.પી. સાથે રાખીને ૧૩૦ જેટલી ટીમો દ્વારા વીજચેકીંગની ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન ઘર વપરાશના-૧૨૮૮ વીજ જોડાણો પૈકી ૩૦૮ જેટલા વીજજોડાણોમાં ગેરરીતી માલુમ પડતા રૂ.૯૫.૪૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેવી જ રીતે વાણિજ્ય હેતુના-૧૫૩ વીજ જોડાણો પૈકી ૨૦ જેટલા વીજજોડાણોમાં ગેરરીતી માલુમ પડતા કુલ રૂ. ૪ર.૮૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઔધોગિક હેતુના ૨૪ વીજ કનેક્શનો સહિત કુલ ૧૪૪૧ વીજ કનેક્શનો પૈકી ૩૨૮ જેટલા વીજગ્રાહકોને વીજચોરી કરતા ઝડપી અંદાજે રૂ. ૧૩૮.૧૨ લાખની વીજચોરીનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
અધિક્ષક ઇજનેરના જણાવ્યા મુજબ આ ઝુંબેશ શરૂ જ રાખવામાં આવશે. બોટાદ જિલ્લાના પ્રજાજનોને વીજચોરી ન કરી રાષ્ટ્રના વિકાસમાં સહયોગ આપવા પીજીવીસીએલ વર્તુળના અધિક્ષક ઇજનેર બોટાદની અખબારી યાદીમાં જણાવાયું છે.
અહેવાલઃવિપુલ લુહાર,બોટાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *