ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક શ્રીમાન કૌશિકભાઇ વેકરીયા ને રજૂઆત કરતા અમરેલી શહેર ભાજપના મંત્રી વ સનેટ સભ્ય ભરત મકવાણા.
નમસ્કાર
સવિનય સાથ જણાવવાનું કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપેલ દિશા દર્શનના પગલે રાજ્ય સરકારના પાંચ જેટલા મંત્રીઓ એ કર્મચારી મંડળો સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજી ને તેમની સાથે પ્રશ્નોના ઉકેલ અંગે વિગતે ચર્ચા કરેલ.
ત્યારબાદ ગુજરાત સરકારના પૂર્વ પ્રવક્તા શ્રીમાન જીતુભાઈ વાઘાણી સાહેબ, રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ તેમજ જગદીશ વિશ્વકર્મા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા કર્મચારીના હિતમાં નીચે મુજબના નિર્ણયો કરવામાં આવેલ હતા.
1 સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે સાતમા પગાર પંચના બાકી ભથ્થા તાત્કાલિક અસરથી લાગુ કરવા.
2 કેન્દ્રના ધોરણે તારીખ 1 4 2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવો તેમ જ સી પી એફ માં 10% ના બદલે 14% સરકાર દ્વારા ઉમેરાશે.
3 મહિલા કર્મચારીઓની નોકરીનો સમયગાળો ધ્યાને લીધા સિવાય મૂળ નિમણૂક તારીખથી જ છ મહિનાની પ્રસુતિ રજા આપવામાં આવશે.
4 સરકારી કર્મચારીઓનું ચાલુ ફરજે અવસાન થાય તેવા કિસ્સામાં ઉચ્ચક નાણાકીય સહાય રૂપિયા 8 લાખ અપાતી હતી તે વધારીને 14 લાખ કરવામાં આવી.
ઉપર મુજબના પ્રશ્નોના નિર્ણયો કરવામાં આવેલ હતા, પરંતુ આજ એક વર્ષ વીતી ગયું છતાં પણ ઉપરોક્ત પ્રશ્નો ના અમલ અંગે કોઈ પણ પ્રકારના ઠરાવ કરવામાં આવેલ નથી. ગુજરાત સરકારના કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં ઉપરોક્ત સ્વીકારેલી બાબતોના સત્વરે ઠરાવ થાય એવી આપ શ્રી સમક્ષ મારી નમ્ર વિનંતી છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

