ગુજરાતનું જગવિખ્યાત શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે મંદિરમાં ગુજરાતના બનાસકાંઠાના પનોતા પુત્ર અને દેશના સૌથી નાની ઉંમરના આઈપીએસ સફિન હસન અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. અંબાજી મંદિરમાં તેમને માતાજીના દર્શન સામાન્ય યાતીકો ની જેમ કર્યા હતા. મંદીરના પૂજારી દ્વારા તેમને તિલક કરી પાવડી મુકવામાં આવી હતી. ત્યાર બાદ તેમને માતાજીની ગાદીમાં દર્શન કર્યા હતા અને ભટ્ટજી મહારાજ પાસે રક્ષા કવચ બંધાવ્યું હતું અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
અંબાજી મંદિરમાં તેમને જણાવ્યું હતું કે, હું ત્રણ વર્ષ પહેલા જ્યારે મારુ ભાવનગર ખાતે પ્રથમ પોસ્ટિંગ થયું હતું ત્યારે તે અગાઉ માતાજીના દર્શન કરવા આવ્યો હતો. ત્યાર બાદ આજે ત્રણ વર્ષ બાદ આજે માતાજીના દર્શન કરવા આવ્યો છુ. માતાજીના આશીર્વાદ થી મને નવી ઊર્જા મળી છે. દેશનો વિકાસ થાય તેવી મેં માતાજી સમક્ષ પ્રાર્થના કરી છે. ત્યારબાદ સફીન હસન અંબાજી ખાતે આચાર્ય સંઘના કાર્યક્રમમાં હાજરી આપી હતી

