શ્રાવણ માસના પવિત્ર શનિવાર નિમિત્તે
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના પવિત્ર શનિવારે તા.19-08-2023ના રોજ શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય ફ્રુટના વાઘા તેમજ ફ્રુટનો દિવ્ય શણગાર કરવામાં આવેલ એવં સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ. તેમજ બપોરે 11:15 કલાકે દાદાને કેરી,સફરજન,દ્રાક્ષ,મોસંબી વિગેરે ફળોનો અન્નકૂટ ધરવામાં આવેલ તથા અન્નકૂટ આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ. શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવેલ. મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શન તથા મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ


