Gujarat

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ચંદ્રયાન-૩ ના સફળ લેન્ડિંગને સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવીને વૈજ્ઞાનિકોને શુભેચ્છાઓ પાઠવી

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ચંદ્રયાન-૩ ની સફળતાને સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ૈંજીઇર્ંના વૈજ્ઞાનિકો દ્વારા દિવસ- રાત મહેનત કરીને ચંદ્રયાન-૩ને સફળ પરિણામ સુધી પહોંચાડ્યુ છે તે બદલ મંત્રીએ તમામ વૈજ્ઞાનિકોને સહર્ષ અભિનંદન પણ પાઠવ્યા હતા. ચંદ્રયાન-૩ ના વિક્રમ લેન્ડરના સફળ લેન્ડિંગ દ્વારા ભારત દેશ ચંદ્ર પર પહોંચનાર સમગ્ર વિશ્વમાં ચોથો દેશ બન્યો છે. ચંદ્રયાન-૩ ચંદ્ર પર માનવજીવન શક્ય હોવા સહિતના વિવિધ મુદ્દે સંસોધન કરશે જે ફક્ત ભારત દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને લાભદાયક નિવડશે તેવો ભાવ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.
ચંદ્રયાન – ૩ ની સફળતામાં ગુજરાતમાં સ્થિત ૈંજીઇર્ં અને તેના વૈજ્ઞાનિકોનો પણ અમૂલ્ય ફાળો હોવાનું મંત્રીએ ગૌરવપૂર્ણ જણાવ્યું હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠક સંદર્ભે માહિતી આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ભરતી પ્રક્રિયાની કાર્યવાહી ઝડપી બનાવવામાં આવશે. વધુમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે, ઁસ્ જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત રાજ્યના પ્રત્યેક ઘર સુધી વીમા સહાય પહોંચાડવાની દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે. રાજ્યમાં ડીપ્લોમાં ટુ ડિગ્રી(ડ્ઢ૨ડ્ઢ) માં પ્રવેશ મેળવવા માટે કોમન એન્ટ્‌ર્સ ટેસ્ટ લેવામાં આવશે તે ર્નિણય અંગે વિગતો આપતા મંત્રીએ ઉમેર્યુ હતુ કે, બોર્ડ / યુનિવર્સિટીની વધુ સંખ્યાને કારણે પ્રવેશ સમિતી માટે બેઠકોની ફાળવણી અને વિવિધ બોર્ડનું મેરિટ લીસ્ટ તૈયાર કરવામાં જટિલતા રહેતી હતી. આ તમામ યુનિવર્સીટીની પરીક્ષાઓમાં એકસૂત્રતા લઇને એક મેરીટમાં લાવવુ શક્ય ન હતુ. આ વિસંગતતા, અસ્પષ્ટતા, અને અસંતોષ ટાળવા માટે અને તમામ અરજદાર વિદ્યાર્થીઓને એકસમાનમંચ પર લાવીને ડિપ્લોમા બાદ ડિગ્રીના બીજા વર્ષમાં લેટરલ એન્ટ્રી એડમિશન માટે કોમન એન્ટ્‌ર્સ ટેસ્ટ પ્રવેશ પરીક્ષા પ્રવેશ વર્ષ ૨૦૨૪ થી લેવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. આ પરીક્ષાની પ્રવેશ વર્ષ ૨૦૨૪ માટેની જાહેરાત અને રજીસ્ટ્રેશન ફેબ્રુઆરી ૨૦૨૪ થી કરવામાં આવનાર હોવાનું મંત્રીએ ઉમેર્યુ હતુ.

Extra-File-Photo-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *