પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર થી એસટી ડેપો માંથી કરમસદ જતી બસને અજાણ્યા વ્યક્તિએ પથ્થર મારી કાચ તોડ્યો હતો. કાચ તૂટી જતા એસટી બસ રોકાઈ ગઈ હતી. જોકે એસટી બસ રોકાઈ જતા મુસાફરો અટવાયા હતા. એસટી બસના ડ્રાઈવરે પોલીસનો સંપર્ક કરી પોલીસને જાણ કરી હતી. જોકે એસટી બસ રોકાઈ જતા મુસાફરો અટવાઈ ગયા હતા પથ્થર મારનાર કોણ હતું હજુ સુધી જણાઈ આવ્યું ન હતું. પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે એસટી બસ રસ્તામાં રોકાઈ જતા લોક તોડા ઉમટી પડયા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


