Gujarat

રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ માળિયાના ખંભાળિયામાં વાવાઝોડા આશ્રય સ્થાનમાં સ્થળાંતરિત માલધારીઓ સાથે કર્યો સંવાદ

રાજ્યના સહકારમીઠા ઉદ્યોગછાપકામ અને લેખન સામગ્રીપ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો) લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગકુટીરખાદી અને ગ્રામોદ્યોગનાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ માળીયા તાલુકાના ખંભાળિયા ખાતે વાવાઝોડા આશરે સ્થાન ખાતે જરૂરી વ્યવસ્થાનું નિરીક્ષણ દરમિયાન સ્થળાંતરીત માલધારી પશુપાલકો સાથે સંવાદ કર્યો હતો અને સરકાર અને તંત્ર તમારી સાથે છે. વાવાઝોડા દરમિયાન અહીંયા એટલે કે સુરક્ષિત સ્થળોએ જ રહેવા માટે પણ જણાવ્યું હતું. મંત્રીશ્રીએ માલધારી શ્રી જગાભાઈ પુંજા અને સાજણબેન માયાભાઈ કોડીયાતર સાથે સંવેદનાપૂર્વક તેમના પાસે કેટલાં પશુઓ વગેરે વિગત જાણી તેમના ખબર અંતર મેળવ્યા હતા.

maldhari-sathe-samwad-mantrishri-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *