Gujarat

સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ એ મતદાતા ચેતના અભિયાનનો પ્રારંભ કરાવ્યો

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના માર્ગદર્શનથી દેશભરમાં મતદાતા ચેતના અભિયાનનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે ત્યારે સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મતદાતા ચેતના અભિયાનનો પ્રારંભ કરાવ્યો.
શ્રી સી.આર.પાટીલજીએ જણાવ્યું કે, ગુજરાત પ્રદેશ કેન્દ્ર તરફથી આવેલો કોઇ પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે હમેંશા અગ્રેસર હોય છે જેમાં મતદાતા ચેતના અભિયાન કાર્યક્રમને પણ સફળ બનનાવવાનો છે. આ અભિયાનમાં ૧૦૦ ટકા નવા મતદારોના નામની નોંધણી થાય તેવો પ્રયાસ કાર્યકરો કરે. સુરતમાં નવા મતદારોની નોંધણી થાય અને તેમના મત અધિકારનો ઉપયોગ કરે તે માટે
શહેરના દરેક વોર્ડમાં કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. મતદાર યાદીમાં કોઇનું નામ કમી ન થાય કે કોઇ પણ મતદારનું યાદીમાં નામ છે કે નહી તે ચકાસણી કરાવી લેવા આહવાહન કર્યુ છે. લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ૪૦૦ થી પણ વધુ બેઠકો પ્રાપ્ત કરે તે માટે પ્રયત્ન કરવાનો છે.
આ કાર્યક્રમમાં પ્રમુખ નિરંજનભાઇ ઝાંઝમેરા, શહેર મહામંત્રી કિશોર બિંદલ, શહેરમંત્રીઓ પ્રદિપસિંહ રાજપુત, ભિખુભાઇ પટેલ, વોર્ડનંબર ૩૦ના કોર્પોરેટરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

File-02-Page-Ex-01-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *