Gujarat

બોડેલી ખત્રી વિદ્યાલય ની વિદ્યાર્થીનીઓ એ જિલ્લા સ્તરીય નહેરુ યુવા ઉત્સવ કાવ્ય લેખનમાં પ્રથમ ત્રણેય નંબર મેળવ્યા

જિલ્લા સ્તરીય નહેરુ યુવા ઉત્સવ કાવ્ય લેખનમાં પ્રથમ ત્રણેય ઇનામ અને પ્રમાણપત્ર પ્રાપ્ત કરી શાળા તથા સમાજનું નામ રોશન કર્યું
         વર્ષ 2023 નો જિલ્લાસ્તરીય નહેરુ યુવા ઉત્સવ બોડેલી ખાતે શેઠ ટી.સી.કાપડિયા કોલેજમાં ઉજવણી થતાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન થયું. જેમાં મુખ્ય મહેમાન તરીકે છોટા ઉદેપુર જિલ્લાના સંસદ સભ્ય ગીતાબેન રાઠવા, જિલ્લા યુવા મોરચાના  ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા સાહેબ નહેરુ યુવા કેન્દ્રના ડે.ડાયરેક્ટર સુબ્રત ઘોષ સાહેબ,કોલેજ તથા અન્ય શાળા,કોલેજના સ્ટાફગણ ઉપસ્થિત રહયા હતા.આ કાર્યક્રમમાં વક્તુત્વ, નિબંધ, કાવ્ય, ચિત્ર, ફોટોગ્રાફી, નાટ્ય જેવી સ્પર્ધાઓનું આયોજન થયું હતું જેમાં જિલ્લા ની વિવિઘ શાળાઓઅને કોલેજ માંથી જુદી જુદી સ્પર્ધાઓમાં વિધાર્થી-વિદ્યાર્થીનીઓ  અતિ ઉત્સાહ સાથે સહભાગી થયા હતા. આ  સ્પર્ધાઓમાંથી કાવ્ય સ્પર્ધામાં ખત્રી વિદ્યાલય બોડેલી ની ત્રણ વિદ્યાર્થીનીઓમાં મેમણ અક્સા આરીફ પ્રથમ, વાનીયાવાલા સાયમાં સઈદ દ્વિતીય, ખોજા રીંકલ ફારુક તૃતીય ક્રમાંક મેળવી ઇનામ અને પ્રમાણપત્ર પ્રાપ્ત કરી શાળા તથા સમાજનું નામ રોશન કર્યું.સમગ્ર કાવ્યલેખન સ્પર્ધામાં ખત્રી વિદ્યાલયનો દબદબો રહ્યો ત્યારે શાળાના સંચાલક મંડળ-શિક્ષક ગણ સમાજ દ્વારા અભિનંદન તથા શુભેચ્છાઓની વર્ષા થઈ હતી. આચાર્યશ્રી યુ.વાય.ટપલા દ્વારા ઉપરોક્ત દીકરીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230717-WA0042.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *