જાફરાબાદના એક ગામ માં સાસરિયાઓએ માનવતા મૂકી
મહિલાને ઘરમાંથી કાઢી મૂકીને ૧૫
માસના બાળકને માતા પાસેથી છીનવી લીધું
૩૬ કલાક બાદ અભયમે બાળકનું માતા સાથે મિલન કરાવ્યું
અમરેલી
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના એક ગામમાં સાસરિયાઓએ માત્ર ૧૫ મહિનાના બાળકને તેના માતા પાસેથી છીનવી લઈને મહિલાને ઘરમાંથી કાઢી મૂકતાં અમરેલી 181 ટીમ દ્વારા એક બાળકનું તેની માતા સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.
અમરેલી 181માં જાફરાબાદના એક ગામથી એક મહિલાનો ફોન આવ્યો હતો અને તેના પતિ, સાસુ, સસરા, નણંદ વગેરે સાસરિયાં તેમની સાથે ઝગડો કરીને આ મહિલાને ઘરમાંથી કાઢી મૂકી હતી અને તેમના માત્ર 15 મહિનાના બાળકને પણ તેની માતા પાસેથી સ્વાર્થમાં અંધ બનીને ક્રૂરતાપૂર્વક છીનવી લીધું હતું. બે દિવસથી આ મહિલા પોતાના બાળક માટે સાસરિયાઓને હાથ જોડતા હતા પણ માનવતા નેવે મૂકીને ક્રૂર સાસરિયાઓ હવે તને જોઈતી તેવું કહી દેતા હતા અને બાળક પણ તેની માતાને આપતા નહોતા. જેથી બાળકના વિરહમાં વ્યથિત બનેલી આ માતા દ્વારા અભયમ પાસે મદદ માગવામાં આવી હતી.
આ અંગેની જાણ થતાં જ અમરેલી 181ના રોબીના બ્લોચ ટીમ સાથે પીડિતા પાસે પહોંચી ગયા હતા અને તેના સાસરીયામાં ગયા હતા. ઘરના આંગણામાં રમતો નાનો દીકરો માતાને જોતા જ રડવા લાગ્યો હતો અને એક બાળકનું માતા માટેનું આ રુદન જોઇને 181 ટીમે પીડિતા મહિલાના પતિ સાસુ સસરાને સાથે રાખી કાઉન્સિલીગ કરી કાયદાકિય માહિતી આપી હતી. અંતે પતિ અને સાસરીયા પક્ષને તેમની ભૂલ સમજાતા તેમણ માફી માગી હતી અને બાળકને તેમના માતાને રાજી ખુશીથી સોંપી દીધુ હતું. તેમજ કુશળ કાઉન્સિલિંગ દ્વારા ધરેલું સમસ્યાનું પણ સમાધાન કરાવેલ હતું હાલ પીડિતા થોડો સમય પિયરમાં રહેવા માંગતા હોવાથી પિયરમાં મોકલી દેવામાં આવ્યા હતા અને સાસરીપક્ષના થોડા દિવસ બાદ રાજીખુશથી તેડી જવાની તૈયારી બતાવેલ,પીડિતા મહિલાની આંખોમાંથી પણ હરખના આંસુ સરી પડ્યા હતા અને 181ની ટીમનો આભાર માન્યો હતો. આમ, 36 કલાકથી વધુ સમયથી માતાથી વિખૂટા પડેલા સંતાનનું 181 અભયમ ટીમ દ્વારા મિલન કરાવાયું હતું.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


