ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંધ ની કલેક્ટર ને રજુઆત…
ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંધ દ્વારા તાજેતરમાં જીલ્લા કલેકટર ને પત્ર પાઠવી રજૂઆત કરાયેલ છે કે બુથ લેવલ નાં
બી એલ ઓ ની કામગીરી અન્ય કેડર નાં અધિકારીઓ કર્મચારીઓ ને સોંપી હાલ શિક્ષણ ની વિવિધ ચાલતી કામગીરી પર પડતી
ગંભીર અસર માંથી મુક્તિ આપવા માંગણી કરાયેલ છે જીલ્લા પ્રાથમિક શિક્ષણ સંધ નાં પ્રમુખ વંજેસિગભાઈ ચુડાસમા તેમજ
મહામંત્રી પરબતભાઇ ચાડેરા દ્વારા મુખ્ય નિર્વાચન અધિકારી નાં તા 21/10/2022ના પત્ર સંદર્ભ દર્શિત મતદાર યાદી તૈયાર કરવા
તેમજ સુધારણા માટે બી એલ ઓ ની વ્યવસ્થા ને મજબુત બનાવવા માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી આવી છે ચૂંટણી પંચ
નાં કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક શાળા નાં શિક્ષકો ને બી એલ ઓ ની કામગીરી સોંપવા માં આવેલ છે તા 21/7થી 20/8/2023 એક
માસ ડોર ટુ ડોર સર્વે ની કામગીરી સોંપવામાં આવી છે હાલ પ્રાથમિક શાળા માં જિલ્લા માં આંતરીક બદલી નાં કેમ્પો શિક્ષકો ની
બદલી થતાં શાળા ઓ માં મહેકમ મુજબ નાં શિક્ષકો ની ધટી રહ્યા છે તેમજ આધાર ડાયસ ઓનલાઇન આધાર ડાયસ પેલેય
ઓનલાઇન આંગણવાડી ધોરણ 1 નાં બાળકો ની ઓનલાઈન એન્ટ્રી ધોરણ 2થી8 નાં બાળકો નાં વાંચન ,ગણન, લેખન નાં ડાયટ
દ્વારા વિવિધ કામગીરી પણ શિક્ષકો અને આચાર્યો શાળા માં બજાવવા ની હોય છે ચૂંટણી પંચ નાં સંદર્ભ દર્શિત પત્ર મા શિક્ષકો
સહિત 13જેટલા કેડર નાં સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારીઓ ને પણ ચૂંટણી મતદાર યાદી સુધારણા કામગીરી સોંપવા ની સ્પષ્ટ
સુચના હોવાં છતાં પણ શિક્ષકો નેજ બી એલ ઓ ની કામગીરી સોંપવા સુચના આપવામાં આવે છે જેનાં થી શૈક્ષણિક કાર્ય પર ગંભીર
અસરો પડે છે વધું માં કેટલાંય શહેરી ગ્રામ્ય વિસ્તારોમાં અન્ય કેડર નાં કર્મચારીઓ હોવાં છતાં બી એલ ઓ ની કામગીરી શિક્ષકો નાં
માથે થોપી દેવામાં આવે અને શિક્ષકો ને કામગીરી કરવા આગ્રહ રખાય છે જે શિક્ષકો અને વિદ્યાર્થીઓ નાં હિત માટે ભારે નુકશાન
અને અન્યાય કર્તા છે સંદર્ભ દર્શિત પત્ર અંતર્ગત શિક્ષકો ની કેડર નાં અન્ય વિવિધ વિભાગોમાં કામગીરી કરતાં કર્મચારીઓ ને બી એલ
ઓ ની કામગીરી સોંપવામાં આવે તેવી પણ રજુઆત પ્રાથમિક શિક્ષણ સંધ નાં પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવી હતી આ ઉપરાંત
સળંગ ત્રણ વર્ષ સુધી જે શિક્ષકો એ બી એલ ઓ ની ચુંટણી મતદાર યાદી સુધારણા કામગીરી કરેલ તેને આ કામગીરી માંથી મુક્તિ
આપવા અને રોટેશન મુજબ કામગીરી સોંપવામાં આવે બારે માસ ધોરણે થતી હોવાથી રાજ્ય નાં બેરોજગાર યુવાનો પાસે આ
કામગીરી કરાવી જોઈએ અથવા તો ચૂંટણી પંચે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી કાયમી આ બાબતે ઉકેલ લાવી શિક્ષકો ને આ
કામગીરી માંથી મુક્તિ આપવા ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંધ દ્વારા માંગણી કરતી રજુઆત કરવામાં આવી હતી..
