Gujarat

ઊનાના માઢગામ નજીક કાર પલ્ટી ખાતા ત્રણને ગંભીર ઇંજા થતા સારવાર હેઠળ…

ઊના વેરાવળ રોડ પર આવેલ માઢગામ નજીક હાઇવે પર એક કાર કોડીનાર તરફ જઇ રહી હતી. એ દરમ્યાન કાર ચાલકે સ્ટેરીંગ
પરનો કાબુ ગુમાવતા કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા પહોચતા ઇમરજન્સી ૧૦૮ માં તાત્કાલીક ઉના સરકારી હોસ્પીટલે
ખસેડવામાં આવેલ હતા. દિવ થી કોડીનાર તરફ જતી કાર નં.જીજે. ૨૧ બી સી ૮૮૬૯ ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા
કાર અચાનક માઢગામ નજીક રસ્તા પર ગુલાંટ મારતા રસ્તાની સાઇડમાં પલ્ટી ખાઇ ગયેલ હતી. જેમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓ મહીલા
સહીતને હાથ પગ તેમજ માથાના ભાગે ઇજા પહોચી હતી. તેમજ અન્યને મુંઢ ઇજા પહોચેલ ત્યારે હાઇવે પરથી પસાર થતા લોકોએ
તાત્કાલીક ઇમરજન્સી ૧૦૮ને જાણ કરતા ઇએમટી જીતેન્દ્રભાઇ વાઢેર તેમજ પાઇલોટ જેસીંગભાઇ ચોહાણ ઘટના સ્થળે દોડી
ગયેલ અને ઇજાગ્રસ્ત સ્મીત કમલેશભાઇ, હર્ષ કિશોરભાઇ તેમજ ગીતાબેન કિશોરભાઇને તાત્કાલીક ઉના સરકારી હોસ્પીટલે સારવાર
અર્થે ખસેડવામાં આવેલ છે. આ સીવાય કારમાં બેઠેલા અન્યને નાની મોટી ઇજા થઇ હતી. જોકે આ કાર દિવ થી કોડીનાર તરફ જતી
હતી. ત્યારે આ ઘટના બની હોવાનું જાણવા મળેલ..

-નજીક-કાર-પલ્ટી-ખાતા-ચારને-ઇંજા-સારવાર-હેઠળ-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *