Gujarat

માંગરોળ મુરલીઘર વાડી ખાતે શ્રીભોળેશ્ર્વર યુવક મંડળ આયોજીત ભોઇ સમાજ ના વિધાર્થીઓ નો પાંચમો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો..

જુનાગઢ ના માંગરોળ મુરલીધર વાડી ખાતે શ્રી ભોળેશ્ર્વર યુવક મંડળ દ્વારા ભોઇ સમાજ ના વિધાર્થીઓ નો  પાંચમો સરસ્વતી સન્માન સમારોહ 2023 નુ સફળ આયોજન મુરલીધર વાડી ખાતે કરવામા આવેલ હતુ આ કાર્યક્રમમાં ભોઈ સમાજના કે.જી થી લઈ કોલેજ સુધીના 150 થી વધુ વિદ્યાર્થીઓ તેમજ વિધાર્થીનીઓ નુ ક્રમ પ્રમાણે એક થી ત્રણ નંબર ના વિદ્યાર્થીઓ ને શિલ્ડ પ્રમાણપત્ર મોમેન્ટો આપી સમાજના આગેવાનો હસ્તે સન્માનિત કરવામા આવ્યા હતા આ સાથે સમાજના તમામ વિદ્યાર્થીઓને નોટબુક બોલપેનકીટ પેડ વોટરબેગ સહીતની ગીફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
આ અવસરે ભોઈ સમાજના તમામ આગેવાનો સાથે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવાની સાથે વિધ્યાર્થીઓનુ ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહેલ તમામ લોકો મહેમાનો અને દાતાઓનુ ભોળેશ્ર્વર યુવક મંડળ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનુ સુંદર સંચાલન વિજયભાઈ ડાભી દ્વારા કરવામાં આવ્યુ હતુ…
રિપોર્ટર, વિનુભાઈ મેસવાણીયા માંગરોળ,,,

IMG-20230723-WA0156.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *