પત્રકાર એકતા પરિષદ દ્વારા પ્રાંત અધિકારી તેમજ ડી.વાઈ.એસ.પી.શ્રી મહુવાને આવેદનપત્ર પાઠવ્યું હતું.
૨૨/૦૭/૨૦૨૩
આજ રોજ ભાવનગરના મહુવા તાલુકામાં પત્રકારશ્રીઓના પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપવા આવ્યું હતુ. જે તે વિભાગના વડાઓ તથા કર્મચારીઓ પત્રકારો કવરેજ કરવા જાય છે ત્યારે અટકાવે છે અને તેમની સાથે બેહુદુ વર્તન પણ થાય છે. આવું ન બને તે માટે દરેક ખાતાના અધિકારીઓને સમાચારો માટે ન્યુઝ મીડિયાના પત્રકારો જ્યારે જ્યારે સમાચારો લેવા જાય છે ત્યારે અટકાવવામાં આવે છે. અને તેમની સાથે બેહૂદુ વર્તન પણ કરવામાં આવે છે. રિપોર્ટરો અને ચેનલોના ફોટોગ્રાફર્સને પોતાની અભિવ્યક્તિ કરવા માટે આ કર્મચારીઓ અટકાવતા હોય તેને તાકીદે સૂચના આપવી જોઈએ. જ્યારે પણ પત્રકારો લોકહિતમાં સમાચારો લેવા આવે ત્યારે તેમને સહકાર આપવા અને તેમને સંપૂર્ણ સમાચારોમાં સાથ આપવા માટે તમામ ખાતાઓના વડાને લેખિત સુચના આપી પત્રકારોને પડતી તકલીફો નિવારણ લાવવું જોઈએ, તાજેતરમાં મહુવા નગરપાલિકામાં લોકહિતના સમાચાર લેવા માટે પત્રકારો ગયેલા ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીએ તેઓની સાથે જીભાજોડી કરીને તેઓનું જાહેરમાં અપમાન કરી સમાચાર લેતા અટકાવ્યા હતા. આવી રીતે ભવિષ્યમાં પણ ન બને તે જોવા આપ સાહેબને તાકીદ કરવા વિનંતી છે. પત્રકારો લોકોના પ્રહરી છે. લોકોનો અવાજ છે અને અવાજ બુલંદ બને તે માટે તંત્રએ સાથ સહકાર આપી પત્રકારો સાથે ભાઈચારાની ભાવના થી વર્તન કરવું જોઈએ તેમજ ફરી પ્રશ્ર ન ઉભો થાય તે માટે પ્રાંત અધિકારી શ્રી તેમજ ડીવાયએસપી શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
રિપોર્ટ. દાદુ આહીર


