Gujarat

ઊના ગીરગઢડા પંથકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો…..આમોદ્રામાં બે કલાકમાં ૩ ઇંચ..ખેતરો પાણીથી તરબોડ થયા,

ઊના ગીરગઢડા પંથકમાં છેલ્લા ઘણા દિવસથી અવિતર વરસાદ વરસી રહ્યો હોય અને તેમાંય અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે
આજે સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. અને બપોરના ધીમીધારે વરસાદ શરૂ થયેલ અને ત્યાર બાદ ધોધમાર વરસાદ ખાબકી
જતાં સમી સાંજ સુધીમાં ત્રણ ઇંચ વરસાદ વરસી ગયેલ હતો. વરસાદના પગલે રસ્તા પર પાણી વહેતા થયા હતા. અને અનેક
જગ્યાએ પાણીના ખાબોચ્યા ભરાતા વાહન ચાલકોને અકસ્માતનો ભય જોવા મળ્યો હતો. વરસાદના લીધે શહેરના રસ્તાઓ
સુમસાન થયા હતા. તાલુકાના આમોદ્રા ગામમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્તા મુખ્ય રસ્તાઓ પર ગોઠણ સમા પાણી વહેતા
થયા હતા. ખાસ કરીને હનુમાન મંદિર વિસ્તારમાં તાજેતરમાં થયેલા પાણીના નિકાલની વ્યવસ્થાના કારણે અગાઉની સ્થિતીએ
પાણીના ભરાવા ઘણી રાહત મળેલ જોવા મળેલ. તેમજ દેલવાડા બે કલાકમાં ૧ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ગીરગઢડાના
જરગલી ગામમાં એક કલાકમાં ૨ ઇંચ વરસાદ પડતા નિચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. સામતેર, ગરાળ,
મોઠા, કાણકબરડા, રામેશ્વર સહીતના આજુબાજુના ગામોમાં એક કલાકમાં દોઢ ઇંચ પડતા નિચાણ વાળા વિસ્તારના ખેડૂતોના
ખેતરોમાં પાણી ભરાતા પાકને ભારે નુકસાનની ભીતી સેવાય હતી…
બોક્ષ્ – કાચુ મકાનની દિવાલ ધરાશાઇ…
ઊના શહેરમાં હોળી ચોક વિસ્તાર નજીક એક કાચા મકાનની દિવાલ ધરાશાઇ થતાં રસ્તા પર મસમોટા પથ્થર પડતા દિવાલ પાસે
રાખેલી લારી તુટી જતાં નુકસાન થયેલ હતું. જોકે આ ઘટનામાં કોઇ જાનહાની થયેલ નથી.

2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *