સગીરા સાથે ગામનાજ યુવાને છેડતી કરી હતી જેથી સગીરાએ કરી લીધો આપઘાત
રાણપુર પોલીસે યુવાન વિરુદ્ધ પોસ્કો અને છેડતીની ફરીયાદ નોંધી આરોપી ને ઝડપી લીધો…
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ગત તા. 24 -8-23 ના રોજ સગીરાએ બપોરના સમયે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ ને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોચી ડેડ બોડીને પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ જ્યારે રાણપુર પોલીસે સગીરાએ કરેલ આત્મહત્યા નો ભેદ ઉકેલી એક શખ્સની વિરુદ્ધ પોસ્કોએક્ટ, 305,354,506-2,મુજબ ગુનો નોંધીઆરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં રહેતી આશરે પંદર વર્ષની
સગીરાએ 24ઓગષ્ટના રોજ બપોરના સમયે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ તેના માતા પિતા ને થતા પોલીસ ને જાણ કરવામાં આવતા રાણપુર પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચીને સગીરાની બોડી ને પીએમ માટે રાણપુર હોસ્પિટલ ખાતે ખસેડેલ છે. જ્યારે ઘટનાની જાણ થતાં મૃતક સગીરાના સગા સંબંધીઓ અને સમાજનાઆગેવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા હતા અને સગીરા સાથે કોઈ અઘટીત ઘટના ઘટી હોવાનું શંકા વ્યક્ત કરાતા પોલીસે સગીરાની બોડી ને પેનલ ટુ પીએમ માટે અને મેડિકલ રીપોર્ટ માટે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. અને પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરતા સગીરાએ કરે આત્મહત્યા નો ભેદ ઉકેલાયો છે. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ સગીરા ને ગામનોજ સંજય ઉર્ફે હનુમાન ગેલાભાઈ પરમાર નામના યુવાને સગીરાનો એકલતાનો લાભ ઉઠાવી સગીરા સાથે યુવકે છેડતી કરી હતી અને જો કોઈને કહીશ તો તારા પપ્પા ને મારી નાખવાની ધમકી આપી હતી જેથી સગીરા માનસીક રીતે ભાંગી પડી હતી અને બદનામીના ડરથી પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું બહાર આવતા રાણપુર પોલીસે સંજય ઉર્ફે હનુમાન ગેલાભાઈ વિરુદ્ધ પોસ્કોએક્ટ તેમજ305, 354,506-2 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસે આરોપી ને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે….
__________________________________________
રાણપુર સગીરા આપઘાત મામલે બોટાદ ડી.વાય.એસ.પી. નવીન આહિરે માહિતી આપતા જણાવ્યું હતું કે રાણપુર શહેરમાં સગીરા સાથે છેડતીઅને મારી નાખવાની ધમકી આપી હતી જેથી સગીરાને લાગીઆવતા તેણે આત્મહત્યા કરી હતી જે બનાવને મામલે રાણપુર પોલીસે શખ્સ વિરૃધ્ધ પોસ્કોએક્ટ, 305,354,506-2 કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસે આરોપી ને ઝડપી લઈ આગળની તપાસ પોલીસ કરી રહી છે.તેવુ ડી.વાય.એસ.પી. નવીન આહિરે જણાવ્યું હતું.
