આજ રોજ હડિયાણા ગામે મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર મહોરમ ના દિવસે હિંદુ. મુસ્લિમ ધર્મ ના તમામ તહેવારો માં એક બીજા લોકો મળી ને દરેક તહેવારો ની ભવ્ય ઉજવણી કરે છે. તેમાં આજે કોમી એકતા ના ઉમદા ઉદાહરણ તરીકે જામનગર જિલ્લા પચાયતના પ્રમુખશ્રી ધરમસીભાઈ ચનીયારા એ મુસ્લિમ સમાજમાં રૂબરૂ મુલાકાત સમયે ગામના અન્ય આગેવાનોની સાથે લીધી હતી…………………
મહોરમ મહીનામાં મુસ્લિમ ભાઈઓ કલાત્મક તાજીયા અને આકર્ષક ઘોડા સાથે નું જુલુસ કાઢે છે. અને બીજા દિવસે તાજીયાનો તહેવાર પુરો થાય છે.ઈમામ હુસૈન ઈસ્લામ ધર્મના પયગંબર સાહેબના દીકરીના દિકરા હતા.એ સમયના જાલીમ રાજા (યજીદ) ના જુલ્મો સહન કરનાર લોકોએ ઈમામ હુસૈન ને એક ચીઠ્ઠી (ટપાલ) મોકલાવેલ.જેમાં તેઓએ તેમને પોતાની મદદ માટે, પોતાના રક્ષણ માટે, અને સારી અને સાચી વાતોના સંદેશો આપવા માટે બોલાવેલા ઈમામ હુસૈન પોતાના ભાઈઓ, દીકરાઓ, ભત્રીજાઓ, ભાણીયાઓ, અને વિશ્વાસુ ૭૨ મર્દ અને પોતાના બહેન , દીકરી, ધરવાળી, સહીતના બૈરાઓને લયને લોકોની મદદ કરવા રવાના થયેલ.આ વાતની ખબર રાજા (યજીદ) ને પડે છે.એટલે તેઓ ઈમામ હુસૈન ના પરિવાર ને મળીને જે કરબલા (હાલનું ઈરાક) રોકી દે છે.રોકીને તેમના માટે પાણી બંધ કરવાંમાં આવે છે.બહારના કોઈપણ વ્યક્તિ તેમને મળે નહીં એ માટે નજરકેદ તરીકે રાખવામાં આવે છે.જે જગ્યાએ રોકાયા હોય ત્યાં ચારેબાજુ લશ્કર ગોઠવવામાં આવે છે.પ્રજાના આમંત્રણ થી મદદ માટે આવેલ ઈમામ હુસૈન ને સમય જતાં યુધ્ધ (લડાઈ) માટે કહેવામાં આવે છે. યુધ્ધ ની તૈયારી વગર નાના બાળકો અને બૈરાઓને લયને આવેલ ઈમામ હુસૈન એક પછી એક પોતાના ભાઈ, ભત્રીજા, દિકરા, ભાણીયા ઓને યુધ્ધ ના મેદાન માં મોકલે છે.એકની સામે હજારોનુ લશ્કર હતું છતાંપણ યુધ્ધ કરે છે અને શહીદ થાય છે. આ શહીદ થયેલા માં એક દિવસ પેહલાનો વરરાજા પણ છે, ત્રણ દિવસની જેને તરસ લાગેલ હતી અને જેના માટે પાણી માંગતા ગળામાં તીર લાગેલ એવો ૩ મહીનો નો દિકરો પણ છે.. જુવાન ભાઈ પણ છે.અને ભાણીયા પણ છે.આખરે ૫૬ વરસના ઈમામ હુસૈન પણ મેદાનમાં જાય છે. લડાઈમાં ખુબજ શુરવીરતા બતાવે છે. ખરાખરી નુ યુધ્ધ થાય છે. અચાનક નમાજ નો સમય થાય છે.ઈમામ હુસૈન યુધ્ધ ના મેદાન માં નમાજ પડી રહેલા હોય છે. પોતાનું માથું જમીનને ટેકાવી સજદ (પ્રાર્થના) ની હાલતમાં હતા ત્યારે તેમને શહીદ કરી નાખેલ હતા.લોકોના મુળભુત અધિકારો માટે પાપ અને પુણ્ય નું અંતર બતાવવા માટે, વ્યભિચાર, શરાબી, જાલીમ વગેરે જેનામાં અવગુણ હતા. તેવા રાજા (યજીદ) એ તેમને શહીદ કરી નાખેલ હતા.પરંતુ ત્યારબાદ આ સમાચાર બીજા લોકોને મળે છે. લોકોમાં ક્રાંતિ આવે છે.ઈન્કલાબ આવે છે અને જે રાજા (યજીદ) ના લશ્કરે આ મહાપાપ કરેલ એમનો નાશ કરવામાં આવે છે……………………………
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા. જી.જામનગર.
ગામ ::હડિયાણા……………


