અમદાવાદ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વનડે વર્લ્ડ કપ ૨૦૨૩ની ૫ મેચ રમાશે. જેમાં વર્લ્ડ કપની ઓપનિંગ અને ફાઈનલ મેચ રમાશે. તેના અમદાવાદમાં ફલાઈટ અને હોટેલ રુમ બુકિંગ વધ્યા છે. ૧૫ ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાનની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જેના માટે ફેન્સમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. દ્ગઇૈં ફેન્સ અમદાવાદમાં આવવાની તૈયારી કરી રહ્યા છે. ૧૪-૧૫ ઓક્ટોબરની નજીક હોટલના રૂમના ભાવમાં દસ ગણો વધારો કરવામાં આવ્યો છે અને ઘણી હોટલ તે દિવસ માટે એક લાખ રૂપિયા રેટ રાખ્યો છે. ઘણી હોટલના રૂમ પહેલા જ બુક થઇ ગયા છે. સામાન્ય રીતે એક લક્ઝરી હોટલમાં એક દિવસનું ભાડું પાંચથી આઠ હજાર રૂપિયા હોતું હોય છે જે ૧૫ ઓક્ટોબર માટે વધારીને ૪૦,૦૦૦ થી એક લાખ રૂપિયા થઇ ગયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, હોટલ રુમના ભાવ વધવાને કારણે બહારથી આવતા ફેન્સ નાઈટ સ્ટે માટે હોસ્પિટલના રુમ બુક કરી રહ્યા છે. ફૂલ બોડી ચેકઅપના નામ પર ઘણા લોકો આખો બ્લોગ બુક કરાવી રહ્યા છે. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, હોસ્પિટલના બેડ અને રુમ બુકિંગ માટે યુએસ, કેનેડા અને કેન્યા જેવા દેશોમાંથી ઈન્કાવાયરી આવી રહી છે. તેવામાં ૧૫ ઓક્ટબરે અમદાવાદમાં ફેન્સનો ઉત્સાહ જાેવા જેવો હશે.


