Gujarat

વલસાડના કપરાડામાં સૌથી વધુ ૧૦ ઇંચ વરસાદ જ્યારે દ્વારકાના ખંભાળિયામાં ૯ ઇંચ વરસાદ ખાબક્યો

અમદાવાદ
ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને ૪૪ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડામાં સૌથી વધુ ૧૦ ઇંચ વરસાદ જ્યારે દ્વારકાના ખંભાળિયામાં ૯ ઇંચ વરસાદ ખાબક્યો છે. જુનાગઢના વિસાવદરમાં ૮ ઇંચ વરસાદ તો પારડીમાં ૬ ઇંચ વરસાદ પડ્યો છે. વડોદરામાં ૫ ઇંચ વરસાદ ખાબક્યો જ્યારે ધરમપુર, ડોલવણ, વલસાડમાં ૪-૪ ઇંચ વરસાદ પડ્યો હતો. પાદરા, ઉમરગામ, વાપી, કલ્યાણપુરમાં ૩.૫ ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૧૮ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ વરસ્યો, તો ૧૦ તાલુકામાં ૨ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ૫ તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરની શેરીઓમાં નદીની જેમ વરસાદી પાણી વહેતા થયાં. ૨ દિવસમાં તાલુકામાં ૧૫ ઈંચ વરસાદ વરસતા મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *