Gujarat

આજ થી શરુ થનારા મહાઅભિયાનની ઉજવણી જામનગર જીલ્લાની કુલ ૪૨૧ ગ્રામ પંચાયતો ખાતે કરાશે

આજે તા.૯ ઑગસ્ટના રોજ જામનગર તાલુકાની ૫૦, ધ્રોલ તાલુકાની ૧૦, જોડિયા તાલુકાની ૧૨,
લાલપુર તાલુકાની ૨૧, જામજોધપુર તાલુકાની ૧૩, કાલાવડ તાલુકાની ૨૭ ગ્રામ પંચાયતો ખાતે
ઉજવણી કરાશે
જામનગર તા.૯ ઓગસ્ટ, દેશભરમાં આજથી મારી માટી મારો દેશ, માટીને નમન વીરોને વંદન મહા
અભિયાનની શરૂઆત થઈ છે ત્યારે આજથી જામનગર જિલ્લાની કુલ ૪૨૧ ગ્રામ પંચાયતો ખાતે આ
કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. આજે તા.૯ ઑગસ્ટના રોજ જામનગર તાલુકાની ૫૦, ધ્રોલ
તાલુકાની ૧૦, જોડિયા તાલુકાની ૧૨, લાલપુર તાલુકાની ૨૧, જામજોધપુર તાલુકાની ૧૩, કાલાવડ

તાલુકાની ૨૭ ગ્રામ પંચાયતો ખાતે ઉજવણી કરવામાં આવશે તેમજ જે તે ગામની નિર્ધારિત શાળાઓમાં
ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે. અને દેશ માટે બલિદાન આપનાર શહીદવીરોના પરિવારજનોને
સમ્માનિત કરવામાં આવશે.
જામનગર જિલ્લાના તમામ તાલુકાઓની ગ્રામ પંચાયતોમાં કાર્યક્રમની ઉજવણી અંતર્ગત શીલાફલકમ,
વીર વંદના, પંચપ્રાણ પ્રતિષ્ઠા, વસુધા વંદન અને ધ્વજ વંદનના કાર્યક્રમો યોજવામાં આવશે.

-પંચાયત-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *