શ્રમિકોને સુરક્ષા કવચ પૂરું પાડવા માટે અને સરકારશ્રીના ધ્યેય ઇન્સ્યોરન્સ ફોર ઓલ ને સાર્થક કરવા માટે આઈપીપીબી અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના નો આરંભ કરવામાં આવ્યો છે.
આ યોજનાનું મુખ્ય હેતુ સ્થાનિક શ્રમિકો સુધી અકસ્માત વિમાનો લાભ પહોંચાડવાનો છે. શ્રમિકો અલગ અલગ સ્થાન પર પોતાના જીવના જોખમે કામ કરતા હોય છે. તેમને સુરક્ષા કવચ પૂરું પાડવા અને સરકારશ્રીના ધ્યેય ઇન્સ્યોરન્સ ફોર ઓલને સાર્થક કરવા માટે આઈપીપીબી અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે. આ વીમો રૂ.૧૦ લાખ અને રૂ. ૫ લાખ એમ બે વિકલ્પમાં ઉપલબ્ધ છે. આ વીમા હેઠળ ખૂબ જ ઓછા પ્રીમિયમમાં એટલે કે રૂ. ૪૯૯ અને રૂ. ૨૮૯ માં ક્રમશ શ્રમિક વર્ગને દુર્ઘટનાથી મૃત્યુ, વિકલાંગતા, હોસ્પિટલમાં દાખલ ખર્ચ અને વીમાધારકના મૃત્યુ બાદ બાળકોના શિક્ષણનો લાભ પુરો પાડવામાં આવે છે. આમ, જૂનાગઢ તેમજ ગીર સોમનાથ જિલ્લાના શ્રમિકોને અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો લાભ લેવા તાત્કાલિક નજીકની પોસ્ટ ઓફિસ નો સંપર્ક કરવા જૂનાગઢ વિભાગ અધિક્ષક ડાક ઘરની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
