નર્મદાની મુખ્ય કેનાલ ની આસપાસ વૃક્ષો વાવવામાં આવેલા છે તે વૃક્ષોની જાડવણી કરવા માટે વડોદરા ખાતે આવેલી વન સંરક્ષણ પર્યાવરણ એકમ ની કચેરી દ્વારા આ વૃક્ષઓની જાળવણી કરવામાં આવે છે અને દેખરેખ રાખવામાં આવે છે તેના માટે આ કચેરી દ્વારા 100 જેટલા કર્મચારીઓને 6 હજાર પગાર થી નોકરી રાખવામાં આવેલ છે આ કર્મચારીઓના જણાવ્યા મુજબ એસ.સી.બી તપાસમાં નામ આવતા વડોદરા કચેરીના એક અધિકારી ફરાર થઇ ગયા છે તેઓ આવે ત્યારે કર્મચારીઓને પગાર મળે તેમ વડોદરાની કચેરીએથી કર્મચારીઓને જણાવી રહ્યા છે જયારે ફરાર થયેલા અધિકારી કયારે આવે અને કયારે નાના કર્મચારીઓનો પગાર થાય હાલ તો 5 માસનો પગાર આજદિન સુધી મળે નથી વડોદરા કચેરીમાં અને ગાંધીનગર ખાતે વડી કચેરીમાં લેખિક અને મૌખિકમાં રજૂઆત કરવા છતાંય આજ દિન સુધી અમારી રજુઆત કોઈ સાંભળતું નથી અને અમારો 5 માસ નો પગાર ના થતા અમારું ઘર ચલાવવું મુશ્કેલ છે અને આગામી દિવસોમાં તહેવાર આવી રહ્યા છે કર્મચારીઓએ પાંચ માસથી વ્યાજે ઓછીના લાવીને ઘર ચલાવવ્યુ પરંતુ હવે ઉધાર પણ કોઈ આપતું નથી જેને લઈને આ કર્મચારીએ નસવાડી તાલુકાના ખોડિયા ગામ પાસે ભેગા થઇ તંત્રના કાને અવાજ પોહ્ચે તે માટે પગાર આપો પગાર આપોના સુત્રચારો કર્યા જયારે કર્મચારીઓએ આગામી દિવાસોમાં પગાર નહિ થાય તો વડોદરા કચેરીનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે છોટાઉદેપુર જિલ્લામાં વહીવટી તંત્રનો વહીવટ ખાડે જઈ રહ્યો છે નાના રોજમદારોનું શોષણ થઇ રહ્યું છે જિલ્લાના ધારાસભ્ય અને સાંસદ આ કર્મચારીઓને સહારે આવે તેવી માંગ કર્મચારીઓ કરી રહ્યા છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

