Gujarat

ગાંધીનગર ખાતે ૨૭ થી ૨૯ ઓગસ્ટ, ૨૦૨૩ દરમિયાન ય્૨૦ ચીફ સાયન્ટિફિક એડવાઇઝર્સ રાઉન્ડ ટેબલની બીજી મીટિંગ યોજાશે

ગાંધીનગર
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતે ય્૨૦ની અધ્યક્ષતા સંભાળી છે, અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર દેશભરમાં ચર્ચા-વિચારણાઓ દ્વારા દેશ હાલ સક્રિય અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.
ભારતની ય્૨૦ અધ્યક્ષતાને નોંધપાત્ર સફળતા અપાવવામાં ગુજરાત પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ય્૨૦ હેઠળ વિવિધ મહત્વપૂર્ણ બેઠકોના સફળ આયોજનો પછી ગુજરાતનું ગાંધીનગર ય્૨૦ ચીફ સાયન્ટિફિક એડવાઇઝર્સ રાઉન્ડટેબલ (ય્૨૦-ઝ્રજીછઇ) ની ઇવેન્ટ માટે સજ્જ છે.
ગાંધીનગર ખાતે ૨૭ થી ૨૯ ઓગસ્ટ, ૨૦૨૩ દરમિયાન ય્૨૦-ચીફ સાયન્ટિફિક એડવાઇઝર્સ રાઉન્ડટેબલ (ઝ્રજીછઇ) ની બીજી મીટિંગ ત્રણ દ્વિપક્ષીય બેઠકો સાથે શરૂ થશે.
૨૭ ઓગસ્ટ રવિવારના રોજ ગાંધીનગરની હોટલ લીલા ખાતે સાઉદી અરેબિયા, ઓસ્ટ્રેલિયા અને યુકેના અધિકારીઓ સાથે ત્રણ દ્વિપક્ષીય બેઠકો યોજાશે. મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર (સ્સ્ઝ્રઝ્ર) ના બોર્ડરૂમ ખાતે ૪થી ઇન્ટરસેશનલ મીટિંગ બપોરે ૦૨ઃ૧૫ થી ૦૨ઃ૪૫ વાગ્યાના સમયગાળા દરમિયાન યોજાશે. આ મીટિંગો પત્યા બાદ વિદેશથી આવેલા પ્રતિનિધિઓ ગુજરાતના સમૃદ્ધ વારસાનો અનુભવ લેવા માટે મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લેશે.
૨૮ ઓગસ્ટનો દિવસ ગાંધીનગરની હોટલ લીલા ખાતે ‘વન હેલ્થ’ વિષય પર મીટિંગ સાથે શરૂ થશે. ત્યારબાદ, મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરના બોર્ડરૂમમાં ય્૨૦-ઝ્રજીછઇ ની સત્તાવાર કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
પંચાયત, ગ્રામીણ ગૃહ નિર્માણ અને ગ્રામીણ વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખાંધાર દ્વારા વેલકમ એડ્રેસ (સ્વાગત પ્રવચન) આપવામાં આવશે. ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર શ્રી અજય કે સૂદ પણ બેઠકમાં સંબોધન કરશે. ત્યારબાદ ઝ્રજીછઇ મીટિંગનું પ્રથમ સત્ર યોજાશે, જેનું શીર્ષક છેઃ ‘વધુ સારા રોગ નિયંત્રણ અને મહામારીની તૈયારીઓ માટે વન હેલ્થમાં રહેલી તકો’ (ઓપોર્ચ્યુનિટીઝ ઇન વન હેલ્થ, ફોર બેટર ડીસિઝ કંટ્રોલ એન્ડ પાનડેમિક પ્રિપેર્ડનેસ). ત્યારબાદ સિંદુરા ગણપતિ એજન્ડા ૧- થીમ અને પોલિસી કોમ્યુનિક પર પ્રેઝન્ટેશન આપશે. ભારતીય પ્રતિનિધિઓ શ્રી વિનોદ કે. પોલ, શ્રી રાજીવ બહલ અને ગગનદીપ કાંગ દ્વારા ઇન્ટરવેન્શન્સ (હસ્તક્ષેપ) અને ત્યારબાદ અન્ય દેશોના પ્રતિનિધિઓ દ્વારા આ મુદ્દા પર ઇન્ટરવેન્શન્સ કરવામાં આવશે.
આ બેઠકનું બીજું સત્ર ‘વિદ્વાન વૈજ્ઞાનિક જ્ઞાનની ઍક્સેસને વિસ્તૃત કરવા માટે વૈશ્વિક પ્રયત્નોને સમન્વયિત કરવા’ (સિનર્જાઇઝિંગ ગ્લોબલ એફર્ટ્‌સ ટુ એક્સપાન્ડ ધી એક્સેસ ટુ સ્કોલરલી સાયન્ટિફિક નોલેજ) વિષય પર યોજાશે. સુદેશણા સરકાર એજન્ડા ૨-થીમ અને પોલિસી કોમ્યુનિક પર પ્રેઝન્ટેશન આપશે. ત્યારબાદ આ વિષય ઉપર ભારતીય પ્રતિનિધિઓ શ્રી એલ. એસ. શશિધરા અને શ્રી ટી. એ. અબિનંદનન દ્વારા ઇન્ટરવેન્શન્સ અને ત્યારબાદ અન્ય દેશોના પ્રતિનિધિઓ દ્વારા ઇન્ટરવેન્શન્સ કરવામાં આવશે.
લંચબ્રેક પછી ત્રીજું સત્ર યોજાશે. આ સત્ર ‘વિજ્ઞાન અને ટેકનોલોજી (જીશ્‌)માં વિવિધતા, સમાનતા, સમાવેશ અને સુલભતા’ (ડાયવર્સિટી, ઇક્વિટી, ઇન્ક્‌લુઝન એન્ડ એક્સેસેબિલિટી ઇન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (જીશ્‌)) વિષય પર હશે. શ્રીમતી અનિથા કુરુપ એજન્ડા ૩ – થીમ અને પોલિસી કોમ્યુનિક પર પ્રેઝન્ટેશન આપશે. ત્યારબાદ આ વિષય પર ભારતીય પ્રતિનિધિઓ શ્રીમતી સંઘમિત્રા બંદોપાધ્યાય, શ્રી બાલાસુબ્રમણ્યમ અને શ્રી અનિલ ગુપ્તા દ્વારા ઇન્ટરવેન્શન્સ અને ત્યારબાદ અન્ય દેશોના પ્રતિનિધિઓ દ્વારા ઇન્ટરવેન્શન્સ કરવામાં આવશે.
ચોથું સત્ર ‘સમાવેશી, સતત અને કાર્યલક્ષી વૈશ્વિક સાયન્સ અને ટેક્નોલોજી પોલિસી ડાયલોગ માટે એક સંસ્થાગત પ્રણાલી’ (એન ઇન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમ ફોર ઇન્ક્‌લુઝિવ, કન્ટિન્યુઅસ એન્ડ એક્શન-ઓરિયેન્ટેડ ગ્લોબલ એસ એન્ડ ટી પોલિસી ડાયલોગ) પર યોજાશે. પરવિન્દર મૈની એજન્ડા ૪ – થીમ અને પોલિસી કોમ્યુનિક પર પ્રેઝન્ટેશન આપશે. ત્યારબાદ, ભારતીય પ્રતિનિધિઓ શ્રી શૈલેષ નાયક, રેણુ સ્વરૂપ અને શ્રી ચિંતન વૈષ્ણવ દ્વારા ઇન્ટરવેન્શન્સ અને ત્યારબાદ અન્ય દેશોના પ્રતિનિધિઓ દ્વારા ઇન્ટરવેન્શન્સ કરવામાં આવશે. શ્રી અજય કે સૂદ સમાપન સત્રને સંબોધિત કરશે. આ જ દિવસે, મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર (સ્સ્ઝ્રઝ્ર)ના કોન્ફરન્સ રૂમ ખાતે ક્વૉડ છૈં એન્ગેજ મીટિંગ યોજાશે.
સ્સ્ઝ્રઝ્ર ના સેમિનાર હોલ ૩ ખાતે સાંજે ૬.૦૦ થી ૬.૪૫ વાગ્યા દરમિયાન મીડિયા માટે પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવશે. ત્યારબાદ પ્રતિનિધિઓ મહાત્મા મંદિર ખાતે સ્થિત પ્રતિષ્ઠિત દાંડી કુટિરની મુલાકાત લેશે. આ ઉપરાંત, ૨૯મી ઓગસ્ટના રોજ સમાપન દિવસે વહેલી સવારે ઝ્રજીછઇ મીટિંગમાં પધારેલા પ્રતિનિધિઓ માટે વિશેષ હેરિટેજ વોકનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ઠ-ઠ-ઠ

File-02-Page-Ex-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *