Gujarat

રાજ્યના વિકાસમાં બની રહી છે સહભાગી, એ છે ગુજરાતની નારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો અને દૂરંદેશી નીતિના ફળસ્વરૂપ ય્૨૦ની અધ્યક્ષતા ભારતને મળી છે, જે અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ય્૨૦ એમ્પાવર સમિટ અન્વયે ઉ૨૦ વુમન લેડ ડેવલપમેન્ટ, એન્સ્યુરિંગ સસ્ટેઈનેબલ – ઇનક્લુઝિવ એન્ડ ઈક્વિટેબલ ગ્લોબલ ઈકોનોમિક ગ્રોથ વિષયક સેમિનાર અને બેઠકો હાલ ચાલી રહી છે, તો બીજી તરફ રાજ્યમાં ‘નારીવંદન સપ્તાહ’ ની ઉજવણી પણ ચાલી રહી છે. ત્યારે વડાપ્રધાન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઘડવામાં આવેલી ‘નારી ગૌરવ નીતિ’ને વધુ અસરકારક બનાવવા અને રાજ્યની નારી શક્તિને વધુ સશક્ત અને સબળ બનાવવા રાજ્ય સરકારે મહિલા સશક્તીકરણ માટે વિવિધ મહિલાલક્ષી યોજનાઓ ઘડીને સ્વાસ્થ્ય, સુરક્ષા અને શિક્ષા એમ ત્રિસ્તરીય વ્યૂહ અપનાવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલાં આ જ પ્રકારના પ્રયાસોના પરિણામરૂપે રાજ્યની નારી વધુ શિક્ષિત બની છે, સશક્ત બની છે, સક્ષમ બની છે. આજે રાજ્યની ૧૫થી ૪૯ વર્ષની વય ધરાવતી ૭૬.૫૦ ટકા મહિલાઓ શિક્ષિત છે અને કોઈના ટેકા વિના પોતાના પગ પર ઊભી રહેવા સક્ષમ બની છે. જેનું ઉદાહરણ મહિલાઓ સંચાલિત સ્વસહાય જૂથો અને દૂધ સહકારી ચળવળ છે. આજે રાજ્યભરમાં હજારો મહિલાઓ દ્વારા દૂધ સહકારી મંડળીઓનું સફળ સંચાલન થઈ રહ્યું છે. જ્યારે કુલ ૧.૧૩ લાખથી વધુ મહિલા સ્વસહાય જૂથો કાર્યરત્‌ છે. જેમાંથી ૧૩,૫૦૦ જેટલાં સ્વસહાય જૂથોને વર્ષ-૨૦૨૨ દરમિયાન લોન આપવાની કાર્યવાહી કરવામાં આવી. પરિણામસ્વરૂપ, બૅંક જાેડાણ ધરાવતાં સ્વસહાય જૂથોની ટકાવારી આજે ૧૦૦ ટકા સુધી પહોંચી છે.
રાજ્યની મહિલાઓને પગભર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મુખ્યમંત્રી કાળમાં મહિલા આર્થિક વિકાસ નિગમ ની સ્થાપના કરીને જે ચીલો ગુજરાતમાં ચાતર્યો છે, તેને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ‘ટીમ ગુજરાત’ આગળ ધપાવી રહી છે. આજે ગ્રામીણ તથા શહેરી વિસ્તારની ૨૧થી ૫૦ વર્ષની વયની જરૂરિયાતમંદ મહિલાઓને મહિલા સ્વાવલંબન યોજના હેઠળ સ્વરોજગારી માટે વિવિધ ૩૦૭ જેટલા અલગ અલગ વ્યવસાયો માટે વધુમાં વધુ રૂ. ૨ લાખ સુધીની લોન બૅંકો દ્વારા અપાવવામાં આવે છે. જેની સામે નિગમ દ્વારા પ્રોજેક્ટ કોસ્ટના ૧૫ ટકા અથવા મહત્તમ રૂ. ૩૦ હજાર બેમાંથી ઓછું હોય તે રકમ નિગમ દ્વારા સબસિડીરૂપે આપવામાં આવે છે. આ પ્રકારે છેલ્લાં ત્રણ વર્ષમાં સમગ્ર રાજ્યમાં કુલ ૧૮૧૨ મહિલાઓને કુલ રૂ.૩.૭૪ કરોડની સબસિડી સહાય ચૂકવવામાં આવી છે.
રાજ્યની ગ્રામીણ મહિલાઓની આર્થિક સધ્ધરતા અને સશક્તીકરણનું બીજું ઉદાહરણ એટલે મિશન મંગલમ યોજના.. જેના માધ્યમથી રાજ્યની ૨૬ લાખ બહેનોને ૨૫ લાખ સખી મંડળો દ્વારા આશરે ૧૬૦૦ કરોડ રૂપિયાથી વધુના કારોબાર સોંપ્યા હતા. વડાપ્રધાન દ્વારા દૂરંદેશીપૂર્વક શરૂ કરવામાં આવેલી પરંપરાને આગળ ધપાવતાં રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના વર્ષ-૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ માટેના બજેટમાં અગાઉના વર્ષની સરખામણીએ ૪૨ ટકા જેટલો વધારો કરીને કુલ રૂ.૬૦૬૪ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
એક આદર્શ સમાજના નિર્માણ માટે જાતિગત સમાનતા એ માત્ર મૂળભૂત માનવ અધિકાર નથી, પરંતુ ટકાઉ અને ઉજ્જવળ ભવિષ્ય માટેની અગત્યની જરૂરિયાત છે. આ જ વાતને ધ્યાને રાખીને અને રાજ્યની નારીશક્તિને પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪માં જેન્ડર બજેટની પહેલ કરવામાં આવી. જ્યારે વર્ષ ૨૦૧૯માં વ્યાવસાયિક સ્થળે જાતીય અસમાનતાને દૂર કરવા મહિલાઓને સમાન પગારનો કાયદો ઘડવામાં આવ્યો.
‘સશક્ત સમાજના નિર્માણ માટે સશક્ત મહિલા’ના મંત્રને સાર્થક કરવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલાં આવાં જ કેટલાંક પગલાંઓ અને યોજનાઓની વાત કરીએ, તો વર્ષ-૨૦૨૨-૨૩ દરમિયાન પ્રદર્શન-સહ-વેચાણ ના ૧૨ જેટલા મેળાઓમાં ૮૯૫ મહિલાઓએ ભાગ લઈ ૩.૭૭ કરોડ રૂપિયાની વસ્તુઓનું વેચાણ કરીને સ્વરોજગારીનાં નવાં દ્વાર ખોલ્યા છે.
ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩માં રાજ્યની ૧૩.૬૨ લાખ જેટલી નિરાધાર વિધવા મહિલાઓને રાજ્ય સરકાર દ્વારા પ્રતિમાસ રૂ.૧૨૫૦ની સહાય લેખે કુલ રૂ. ૧૬૦૦ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે ચાલુ વર્ષના બજેટમાં આ માટે રૂ.૧૮૯૭ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
વિધવાઓ પણ પુનર્લગ્ન કરીને ફરીથી નવું જીવન શરૂ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૫૦ હજારની સહાયની પણ જાેગવાઈ કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન કુલ ૨૫૧ ગંગાસ્વરૂપા મહિલાઓને નવું જીવન શરૂ કરવા માટે સહાય કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલાં આ જ પ્રકારના પ્રયાસોના પરિણામરૂપે રાજ્યમાં પુરુષોની સરખામણીએ મહિલાઓનો જન્મદર ૨૦૦૧માં ૮૦૨ હતો, તેની સરખામણીએ વધીને ૯૬૫ થયો છે. રાજ્ય સરકારની શક્તિદૂત સહિતની યોજનાઓ અને પ્રોત્સાહનના કારણે રાજ્યની અનેક યુવતીઓએ ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ કે એશિયાડ સુધી પહોંચીને રાજ્ય તથા દેશને ગૌરવ અપાવ્યું છે. રાજ્યની મહિલાઓને આર્થિક રીતે ગૌરવાન્વિત કરવા અને તેમના સામાજિક ઉત્થાન માટે મિલકત નોંધણીની ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ જ પ્રકારે સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના અને મુદ્રા યોજના, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, નેશનલ રુરલ લાઇવલીહુડ મિશન સહિતની કેન્દ્ર સરકારની યોજનાઓ પણ મહિલાઓને વધુ સશક્ત અને પગભર બનાવવામાં મદદરૂપ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *