Gujarat

સ્પર્ધામાં ભાગ લેનાર ઈચ્છુક લોકોએ તા.૧૪/૦૬/૨૦૨૩ સુધીમાં ફોર્મ ભરીને જમા કરવાનુ રહેશે                                                     

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના ઉપક્રમે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી, ગીર સોમનાથ દ્વારા સાંસદ યોગ (ભાઈઓ/બહેનો)ની સ્પર્ધા યોજવામાં આવનાર છે.

જેમા ૨૧મી જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે તેમજ યોગનો વધુ પ્રચાર પ્રસાર થાય અને લોકજાગૃતિ મળી રહે તેવા ઉદ્દેશથી  આ સાંસદ યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ૯ થી ૧૯ વર્ષ સુધીના, ૨૦ થી ૩૫ વર્ષ સુધીના, ૩૬ થી ૬૦ વર્ષ સુધીના અને ૬૦ વર્ષથી વધુ વયના  કુલ ૪ વયજૂથમાં ભાઈઓ અને બહેનોની સ્પર્ધા યોજાશે. અને આ સ્પર્ધામાં ભાગ લેનાર ઈચ્છુક લોકોએ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ, રૂમ નં.૩૧૫/૩૧૬, મુ. ઇણાજ, તા. વેરાવળ, જી. ગીર સોમનાથ ખાતેથી સ્પર્ધાના ફોર્મ મેળવી તા.૧૪/૦૬/૨૦૨૩ સુધીમાં ફોર્મ ભરીને કચેરીમાં જમા કરાવવના રહેશે. વધુ માહિતી માટે ટેકનીકલ મેનેજર,નરેશ ગોહિલ મો.૯૨૨૮૮ ૯૨૭૧૭ ઉપર સંપર્ક કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *