Gujarat

અમરેલી તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં નાના આંકડીયા ગામની સીમમાં તીન પતીનો જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ રૂ.૩૭,૫૨૦- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ.  

ગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક ભાવનગર રેન્જ તથા હિમકર સિંહ, પોલીસ અધિક્ષક અમરેલી દ્વારા દારૂ-જુગાર જેવી બદી દુર કરવા સારૂ રા હોય છું. આ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ગૌરવ અગ્રવાલ, પ્રોબેશનર આઇ.પી.એસ.અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન નાઓએ રાહબરી હેઠળ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન ટીમે તા.૧૭/૦૮/૨૦૨૩ ના રોજ બાતમી હકિકતના આધારે નાના આંકડીયા ગામની વાંધાળાની સીમમાં બટુકભાઇ કરમશીભાઇ જાવીયાની વાડીના શેઢા પાસે જાહેરમા પૈસા-પાના વડે હાર-જીતનો તીન પત્તીનો જુગાર રમતા છ ઇસમોને રોકડા રૂ.૩૭,૫૨૦/- તથા ગજીપત્તાના પાના નંગ-૫૨ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધમા ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગત સુરક્ષા
(૧) બટુકભાઇ કરમશીભાઇ જાવીયા ઉ.વ.૭૦ ધંધો.ખેતી રહે.નાના આંકડીયા, તા.જિ.અમરેલી.
(૨) બિપીનભાઇ પરશોતમભાઇ બારૈયા ઉ.વ.૩૫ ધંધો.ડ્રાઇવીંગ રહે.નવા ગીરીયા તા.જી.
અમરેલી.
(૩) જયસુખભાઇ ભગવાનભાઇ બુટાણી ઉ.વ.૩૫ ધંધો.હિરાધસવાનો રહે.અમરેલી હનુમાનપરા શેરી નં.૬, તા.જી.અમરેલી.
 (૪) કૃપેશભાઇ દલસુખભાઇ ગોસાઇ ઉ.વ.૩૬ ધંધો.વેપાર રહે.નવા ખીજડીયા, તા.જી. અમરેલી.
 (૫) ધીરજલાલ મનજીભાઇ બગથળીયા ઉ.વ.૮૫ ધંધો.નિવૃત રહે.અમરેલી રામેશ્વરપાર્ક લાઠીરોડ,તા.જી.અમરેલી.
(૬) અશ્વિનભાઇ માણંદભાઇ ચાવડા ઉ.વ.૩૫ ધંધો.ડ્રાઇવીંગ રહે.મોટા માચીયાળા, તા.જી.અમરેલી.
પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
(૧) બટુકભાઇ કરમશીભાઇ જાવીયા ઉ.વ.૭૦ ધંધો.ખેતી રહે.નાના આંકડીયા,
તા.જિ.અમરેલીવાળા વિરૂધ્ધ અમરેલી રૂરલ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૭૫/૨૦૧૯ જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુનો રજી. થયેલ છે.
(ર) કૃપેશભાઇ દલસુખભાઇ ગોસાઇ ઉ.વ.૩૬ ધંધો.વેપાર રહે.નવા ખીજડીયા, તા.જી. અમરેલીવાળા વિરૂધ્ધ લાઠી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૪૨૦૧૨૦૨/૨૦૨૦ જુગારધારા કલમ- ૪,૫ મુજબનો ગુનો રજી. થયેલ છે.
સદરહુ કામગીરી ગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક ભાવનગર રેન્જ તથા હિમકર સિંહ, પોલીસ અધિક્ષક અમરેલી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ, ગૌરવ અગ્રવાલ, પ્રોબેશનર આઇ.પી.એસ.અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન નાઓએ અમરેલી પોલીસ ટીમ સાથે જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ, અમરેલી નાઓ સાથે સંકલનમાં રહી કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230817-WA0044.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *