ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગરનાંઓ દ્વારા તથા અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વેંચાણ થતા મોબાઇલ ફોન તથા ગેરકાયદેસરની પ્રવતિ અટકાવવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.દેસાઇ તથા એસ.ઓ.જી.પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી. ટીમને અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર મોબાઇલ ફોન જરૂરી આધાર-પુરાવા કે બીલ વગરનાં વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય અનુસંધાને એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.દેસાઇ તથા એસ.ઓ.જી.પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી. ટીમને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ. ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા. દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે સાવરકુંડલા ટાઉનમાં મણીભાઇ ચોક પાસે આવેલ ઓપો હરસિધ્ધ નામની મોબાઇલની દુકાને બિલ વગરના મોબાઇલનુ વેચાણ કરે છે. તેવી ચોક્કસ અને આધારભુત બાતમી હકિકત અન્વયે સદરહું જગ્યાએ રેઇડ કરતા એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
*પકડાયેલ આરોપી*
નિલેશભાઇ મગનભાઇ જોળીયા ઉ.વ.૨૮ ધંધો-વેપાર રહે.જેસર રોડ કૃષ્ણકુંજ સોસાયટીની સામેની શાળા નં.-૧૦ ની પાછળ પ્લોટ નં.બર-૨ તા.સાવરકુંડલા જિ.અમરેલી.
*કબ્જે કરેલ મુદ્દામાલ ઃ-*
અલગ-અલગ કંપનીનાં એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૮ કિ.રૂા.૨૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી વઘુ તપાસ અર્થે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.દેસાઇ તથા એસ.ઓ.જી.પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી.ટીમના એ.એસ.આઇ. નાજભાઇ પોપટ તથા રફીકભાઇ રાઠોડ તથા હેડ કોન્સ. જીતેન્દ્રભાઇ મહેતા તથા પ્રવિણસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


