Gujarat

કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી ર્નિમલા સીતારમણ આવતીકાલે ગાંધીનગરમાં જી૨૦ સંયુક્ત નાણાં અને આરોગ્ય મંત્રી સ્તરની બેઠકમાં ભાગ લેશે

ગાંધીનગર
કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી ર્નિમલા સીતારમણ આવતીકાલે મહાત્મા મંદિર પ્રદર્શન અને સંમેલન કેન્દ્ર ખાતે સંયુક્ત નાણા અને આરોગ્ય મંત્રી સ્તરની જી૨૦ બેઠકમાં હાજરી આપવા ગાંધીનગરની મુલાકાત લેશે. આ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ અને ખાતર મંત્રી ડૉ.મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહેશે. નાણામંત્રી શનિવારે ગાંધીનગરમાં ૈંહ્લજીઝ્ર ગિફ્ટ સિટીની પણ મુલાકાત લેશે અને તેની કામગીરીની સમીક્ષા કરશે. શ્રીમતી સીતારમણ કેવડિયામાં ટેન્ટ સિટી ખાતે ૨૦-૨૨ ઓગસ્ટ ૨૦૨૩ દરમિયાન આયોજિત નાણા મંત્રાલયની ત્રણ દિવસીય ચિંતન શિબિરની અધ્યક્ષતા કરશે.

File-02-Page-Ex-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *