Gujarat

રાજ્યના ૨૨ જેટલા તીર્થસ્થાનોમાં કુલ રૂ.૪૮ કરોડના વિવિધ વિકાસ કામો મંજૂર

ગાંધીનગર
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યના ૨૨ જેટલા તીર્થસ્થાનોમાં કુલ રૂ.૪૮ કરોડના વિવિધ વિકાસ કામો મંજૂર કરાયા છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ પ્રવાસન અને તીર્થસ્થાન ગરવા ગઢ ગિરનારના વિવિધ વિકાસ કામો માટેની રૂપિયા ૧૧૪ કરોડની વિકાસ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગિરનારના વિકાસ માટે સરકારે ખાસ યોજના બનાવી છે, ગિરનારનું પ્રવાસન ક્ષેત્રે ખૂબ મહત્વ છે. ત્યારે ગિરનારના વિકાસ માટે સરકારે કરોડો રૂપિયાના આયોજનોને મંજુરી આપી છે. આ વિકાસ કામો અંતર્ગત ભવનાથ તળેટીનો વિકાસ તેમજ તળેટીથી લઈને ગોરખનાથ અને દત્તાત્રેયની ટૂંક સુધી નવા એકમો ઉમેરાશે. આ ઉપરાંત યાત્રાધામ પાવાગઢની પેટર્ન પર જ બંને તરફ પાથ-વે ૩ મીટર પહોળો કરીને નવા જ પગથિયાનું વિસ્તૃતિકરણ કરાશે.ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિરનારના વિવિધ વિકાસ કામો માટેની રૂપિયા ૧૧૪ કરોડની વિકાસ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની હાજરીમાં યોજાયેલી આ બેઠકમાં ગિરનાર પર્વત પર તળેટીથી દત્તાત્રેય ટૂંક સુધી સમગ્ર પાયાની સુવિધાઓ ઉભી કરવા તેમજ ગિરનાર પર વીજળી, પાણીની વ્યવસ્થા હાથ ધરવા પણ આ વિકાસ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એવી દરખાસ્ત પણ રજુ કરવામાં આવી હતી કે રાજ્યના કુલ ૨૨ જેટલા તીર્થધામોમાં કુલ રૂપિયા ૪૮ કરોડના ખર્ચે મરામત, જીર્ણોદ્વાર અને પાયાની સુવિધાના વિકાસ કામો હાથ ધરવામાં આવે. મુખ્યમંત્રી સમક્ષ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ બેઠકમાં રજુ કરવામાં આવેલી બધી જ દરખાસ્તોને તેમણે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ ઉપરાંત અંબાજી, પાવાગઢ અને દ્વારકા યાત્રાધામોના વિકાસ કાર્યોની સમીક્ષા હાથ ધરીને કેટલાક અગત્યના સૂચનો પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા હતા. તેમણે આગામી ભાદરવી પૂનમનો જે લોકમેળો અંબાજીધામ ખાતે સપ્ટેમ્બર મહિનામાં યોજાવાનો છે તેમાં યાત્રિકોને કોઈ અગવડતા ન પડે તેવા સુદૃઢ આયોજન માટે સંબંધિત તંત્રને સૂચનાઓ આપી હતી. આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર સહિત અગ્ર સચિવ મમતા વર્મા, અધિક મુખ્ય સચિવ પંકજ જાેષી તેમજ પ્રવાસન સચિવ હરિત શુક્લા અને યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રાવલ સહિતના અધિકારીઓ જાેડાયા હતા.

Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *