રાજ્યમાં રમતનું વાતાવરણ નિર્માણ થાય, સ્વાસ્થ્ય બાબતે જાગૃતિ કેળવાય અને રમત ક્ષેત્રે પ્રતિભા શોધના ઉમદા આશય સાથે પ્રતિવર્ષ ભારતના હોકી જાદુગર મેજર ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે ૨૯ ઓગસ્ટને નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે તા.૨૧ ઓગસ્ટ થી ૨૬ ઓગસ્ટ સુધી રમત ગમતની વિવિધ પ્રવૃત્તિઓ સાથે નેશનલ સ્પોર્ટ્સ ડે પૂર્વે પણ ઉજવણી કરવામાં આવશે. ઉપરાંત તા.૨૯મી ઓગસ્ટના નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવા માટે જૂનાગઢ જિલ્લાની તમામ શાળાઓને જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ગૌરાંગ નરે દ્વારા વધુમાં વધુ ખેલાડીઓને ભાગ લેવા અનુરોધ કર્યો છે.
