*અંબાજી પોલીસ ની નાકામી અને પોતાની ફરજ નિભાવતા નુ એક ઉદાહરણ સ્પેશ્યલ મોનેટિંગ સેલે પૂરું પાડ્યું*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ની નજીક રાજસ્થાની બોર્ડરો આવેલી છે જ્યારે ગુજરાતમાં દારૂબંધી તો છે પણ તેનો અમલ ક્યાંય ન દેખાતો હોય તેવું લાગી રહ્યું છે. રાજસ્થાન તરફથી ગુજરાત માં દારૂની ભરેલી ગાડીઓ મોટા પ્રમાણમાં જતી હોય છે. જેના લીધે ગુજરાત ભરમાં ઠેર ઠેર જગ્યાએ દારૂનું વેચાણ જોવા મળતું હોય છે. યાત્રાધામ અંબાજીમાં પણ વિદેશી દારૂ નું વેચાણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે
*બોક્સ..*
@@ *વિજિલન્સ ટીમે મોડી રાત્રે અંબાજી માંથી એક શિફ્ટ કાર દારૂ ભરેલી ઝડપી પાડી* @@
ગુજરાત સરકાર દ્વારા દારૂ ની હેરાફેરી અને વેચાણને રોકવા માટે સ્પેશિયલ મોનેટરીંગ સેલ ની ટીમ મૂકવામાં આવી છે. સ્પેશ્યલ મોનેટરીંગ ટીમ ગુજરાતમાં દારૂબંધી ને રોકવા માટે પોતાની ફરજ બજાવતી હોય છે. ત્યારે મોડી રાત્રે યાત્રાધામ અંબાજી માંથી એક શિફ્ટ કાર દારૂ ભરેલી ઝડપી પાડી હતી. અંબાજી પોલીસ ની નાકામી અને પોતાની ફરજ ન નિભાવતા નુ એક ઉદાહરણ સ્પેશ્યલ મોનેટિંગ સેલે પૂરું પાડ્યું છે.
*બોક્સ..*
@@ *1487 વિદેશી દારૂની બોટલો અને 96 બિયરની બોટલો ઝડપાઈ* @@
અંબાજી હાઇવે પરથી swift કારમાં લઈ જવાતો દારૂ સ્પેશિયલ મોડીટીંગ સેલે ઝડપી પાડ્યો છે.પોલીસને બાતમી ના આધારે ગાડીની તલાસી લેતા ગાડીમાંથી દારૂ મળી આવ્યો હતો. swift કારમાંથી 1487 વિદેશી દારૂની બોટલો અને 96 બિયરની બોટલો ઝડપાઈ છે. શિફ્ટ કાર માંથી 1 લાખ 80 હજારનો વિદેશી દારૂ સાથે કુલ 5 લાખ 80 હજાર નો મુદ્દામાલ પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર પ્રક્રિયા સ્પેશિયલ મોનિટરિંગ સેલે પકડી પાડી હતી. અને દારૂ ભરેલી swift કાર ને અંબાજી પોલીસને સોંપી હતી.
*બોક્સ..*
@@ *વિજિલન્સ વિભાગે રેડ પાડતા અંબાજી પોલીસ સ્ટેશનમાં સન્નાટો છવાયો* @@
અંબાજી પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ અને પોલીસ કર્મીઓ જે પણ દારૂની લાઈનો પસાર કરવામાં સંકળાયેલા હોય તેમને તાત્કાલિક ધોરણે ગૃહ વિભાગ દ્વારા અને ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. અંબાજી પીઆઈ ધવલ પટેલની કામગીરી પણ દારૂના બુટલેગરો સામે અને દારૂની રેડ કરવા મામલે ઘણી નબળી રહી છે. તેવી ચર્ચાઓ પણ ઉઠી છે . ત્યારે વિજિલન્સ વિભાગે 40 પેટી દારૂ પકડીને અંબાજી પોલીસ સ્ટેશનની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે ત્યારે આવનારા સમયમાં કયા કયા અધિકારી અને પોલીસ કર્મી પર પગલા ભરાય છે તે જોવું રહ્યું. અંબાજી પોલીસના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ જયારે રાત્રે સુતા હતા ત્યારે વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ વિજિલન્સ વિભાગે જાંબુડી આસપાસ આવીને ઓપરેશન પાર પાડ્યું છે જ્યારે દારૂની ગાડીઓ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં હેરાફેરી કરતી હતી તે મીડિયાના અહેવાલોને વિજિલન્સ વિભાગે રેડ કરીને સત્ય સાબિત કર્યું છે, કે મિડીયા ના અહેવાલો સાચા છે. અંબાજી પોલીસની કામગીરી પણ શંકાસ્પદ રહી છે. અને દારૂના બુટલેગરોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


