Gujarat

પરિવાર સાથે વિદેશ ફરવા ગયા, દીકરીની તબિયત બગડતા સ્વદેશ આવતા 5 લાખનો સામાન ચોરી

*પરિવાર સાથે વિદેશ ફરવા ગયા, દીકરીની તબિયત બગડતા સ્વદેશ આવતા 5 લાખનો સામાન ચોરી*

સંજીવ રાજપૂત-અમદાવાદ: પોતાના પરિવાર સાથે વિદેશ ફરવા ગયેલ પરિવાર દીકરીની તબિયત બગડતા દેશ પરત ફરતા જ એરપોર્ટ પર બેગમાંથી આશરે 5 લાખનો સામાન ગુમ થયાનો કિસ્સો સામે આવ્યો છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ કલ્પતરું કોમ્પ્લેક્ષ, સેટેલાઇટ, અમદાવાદ ખાતે રહેતા નિકુંજ સુધીરકુમાર પટેલ જેઓ એક પપેરના તંત્રીરૂપે પણ કાર્યરત છે જેઓ પોતાના પરિવાર સાથે સિંગાપુર ફરવા માટે ગયા હતા. મલેશિયામાં 2 વર્ષની દીકરી અસ્થાની તબિયત બગડતા તેઓ Viet જેટ ઐરલાઇન્સની ફ્લાઇટ નંબર વિજે-826 દ્વારા અમદાવાદ પરત આવવા નીકળ્યા હતા.

ત્યારબાદ અન્ય એક ફ્લાઇટ બદલી તેઓ રાત્રે 10 વાગે આસપાસ અમદાવાદ આંતરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યા હતા અને ઇમિગ્રેશન કાર્યવાહી પૂર્ણ કરી પોતાનો સામાન લેવા જતા સફેદ કલરની એક બેગમાંથી અંદર રહેલ બેલ્ટ બહાર દેખાતા તેઓ દ્વારા બેગ ખોલી ચકાસણી કરવામાં આવતા બેગમાં રહેલ 3 તોલા સોનાનો દોરો, 50 હજાર રૂપિયા અને આશરે 3 લાખ રૂપિયાની વિવિધ દેશની કરન્સી મળી કુલ આશરે 5 લાખ જોવા ન મળતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તેમના દ્વારા viet jet એરલાઇન્સ તેમજ અમદાવાદ આંતરાષ્ટ્રીય એરપોર્ટ મેનેજરને લેખિત જાણ કરવામાં આવી હતી આ ઉપરાંત એરપોર્ટ પોલીસને પણ જાણ કરી લેખિત દ્વારા આ બાબતે સીસીટીવી ચેક કરી તપાસ કરવા માટે લેખિત અરજી આપી રજુઆત કરવામાં આવી છે.

IMG-20230917-WA0075.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *