Gujarat

અમરેલી જિલ્લામાં ૩૧મી ડીસેમ્બર તથા નવા વર્ષની ઉજવણીના ઉપક્રમે પ્રોહીબીશન પ્રવૃત્તિ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરતી અમરેલી પોલીસ

૩૧ મી ડીસેમ્બર વર્ષનો આખરી દિવસ હોય નવા વર્ષનું સ્વાગત કરવા રાત્રિના મોડે સુધી હોટલો-ફાર્મ હાઉસો, ક્લબો, પાર્ટી પ્લોટો વિ. જાહેર સ્થળોએ ડાન્સ તથા ડીનર પાર્ટીના આયોજન થતા હોય તેમજ આવા કાર્યક્રમોમાં દારૂનું ગેરકાયદેસર સેવન થવાની શક્યતા રહેતી હોય, ઉપરાંત દારૂના સેવન માટે રાજ્ય બહારથી મોટા જથ્થામાં વિદેશી દારૂ મંગાવવાની શક્યતા રહેતી હોય, જે હકીકત ધ્યાને લઇ દારૂબંધીના કડક અમલ અને દારૂના ગેરકાયદે વેચાણ/ સેવન/ વહન અટકાવવા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકાર સાહેબશ્રી, ગુજરાત રાજય ગાંધીનગર નાઓએ ગુજરાત રાજ્યમાં ખાસ પ્રોહિબીશન ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓની સુચના અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જિલ્લાના મહત્વના એન્ટ્રી/એક્ઝીટ પોઇન્ટ પર ચેકપોસ્ટ ઉભી કરી, સઘન વાહન ચેકીંગ હાથ ધરવા તેમજ પ્રોહિબીશનની પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી ખાસ એક્શન પ્લાન તૈયાર કરેલ હોય, જે અન્વયે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અમરેલી જિલ્લાના જુદા જુઘ વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધરી, દારૂનું સેવન/વેચાણ/વહનની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર રેઇડો કરી, તેમની સામે પ્રોહિબીશન ધારા તળે કડક કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
શોધી કાઢેલ કેસો
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સદરહું ડ્રાઇવ દરમ્યાન કુલ ૪૬૮ કેસો કરવામાં આવેલ છે. જે પૈકી ૨૯૪ દારૂ પીધેલ વ્યક્તિઓ પકડવામાં આવેલ છે. ભારતીય બનાવટના વિદેશી દારૂના ૫ કેસ કરવામાં આવેલ છે તથા દેશી દારૂના કબ્જાની ૬૨ તથા દારૂ બનાવવા માટેના આથાના ૩ કેસ તથા ભઠ્ઠીના ૧ કેસ કરવામાં આવેલ છે. તેમજ દારૂ પીધેલ હાલતમાં વાહન ચલાવવાના ૧૦૩ કેસો કરવામાં આવેલ છે.
પકડાયેલ મુદ્દામાલ –
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સદરહું ડ્રાઇવ દરમ્યાન ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૨૮૮ કિં.રૂ.૧,૦૭,૦૩૦/- તથા દેશી દારૂ લીટર ૨૯૯, કિં.રૂ.૫,૯૮૦/- તથા દારૂ બનાવવાનો આથો લીટર ૧૫, કિ.રૂ.૪૫/- તથા મોબાઇલ ફોન-૨, કિં.રૂ.૧૩,૦૦૦/- તથા ફોર વ્હીલ વાહન – ૨, કિં.રૂ.૭,૫૦,૦૦૦/- તથા મોટર સાયકલ ૧ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૮,૮૬,૦૫૫/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ-
સદરહું ડ્રાઇવ દરમ્યાન દારૂનું સેવન/વેચાણ/વહનની પ્રોહીબીશન પ્રવૃતિ કરતા કુલ ૪૪૯ ઇસમોને પકડી પાડી, તેમની સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે .
આમ,અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ
અમરેલી જિલ્લામાં દારૂબંધીના કડક અમલ અને દારૂના ગેરકાયદે વેચાણ /સેવન /વહન અટકાવવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો સામે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા પ્રોહીબીશન ધારા તળે કડક કાર્યવાહી કરવામાં આવેલ છે .
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *