Gujarat

આગામી તા. ૨૭ ફેબ્રુઆરીના અરજીકર્તાઓને ઈન્ટરવ્યૂમાં હાજર રહેવા અનુરોધ

રાજ્ય સરકાર દ્વારા ચાલતી મહત્વપૂર્ણ 'મધ્યાહન ભોજન યોજના' માટે કાલાવડ તાલુકાની
શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલક/રસોયા/મદદનીશની તદ્દન હંગામી ધોરણે માનદ વેતનથી ખાલી જગ્યા ભરવાની
છે. તે અંતર્ગત, જે ઉમેદવારો ફરજ બજાવવા ઇચ્છતા હોય અને તેમણે અરજી કરેલી હોય, તો તેઓએ આગામી તા. ૨૭
ફેબ્રુઆરીના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે કાલાવડ મામલતદાર કચેરી ખાતે સ્વ-ખર્ચે ઉપસ્થિત રહેવું.
અરજીકર્તાઓએ ઈન્ટરવ્યુમાં જરૂરી આધાર પુરાવાઓ જેવા કે શાળા છોડ્યાનું સર્ટિફિકેટ, જાતિનો દાખલો, શૈક્ષણિક લાયકાતના
સર્ટિફિકેટ, રેશનકાર્ડ, સ્થાનિક રહેતા હોય, માર્કશીટ, ચૂંટણી ઓળખપત્ર તથા અન્ય અનુભવ અંગેના સર્ટિફિકેટની પ્રમાણિત
નકલો સાથે રજૂ કરવાની રહેશે, તેમ મામલતદારશ્રી, કાલાવડની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *