ગુજરાતના વિવિધ શહેરોમાંથી ૧૮ કલાકારોના અદ્ભૂત ચિત્રોની કલા વડોદરાવાસીઓ એ નિહાળી : ૨૮મી એપ્રિલ થી ૧ લી મેં સુધી…
MS આર્ટ ઇમોશન્સ મેઘના સોલંકી દ્વારા ” સ્ત્રી અભિવ્યક્તિ” થીમ સાથે તારીખ ૨૮/૦૪/૨૦૨૩ ના રોજ શ્રી કીર્તિ આર્ટ ગેલેરી વડોદરા ખાતે ૧૮ કલાકારોના વિવિધ ચિત્રોના પ્રદર્શન નો પ્રારંભ ચીફ ગેસ્ટ તરીકે વડોદરાના કુ.ઈશિતા થીટે પ્રથમ MMA ફાઇટર ઓફ ગુજરાત , ડો. રશ્મિ ધુમલ મ્યુઝિકોલોજિસ્ટ એન્ડ આર્ટીસ્ટ તથા શ્રી સુરેન્દ્ર ધુમલ કંટેમ્પ્ટરી આર્ટીસ્ટ તથા જીએસએફસી મેનેજર ઉપસ્થિત રહ્યાં હતા.MS આર્ટ ઇમોશન્સ દ્વારા ૨૦૨૨થી થી ગુજરાતના નવોદિત કલાકારોને પ્રોત્સાહન આપીને કળાને વેગ આપી રહ્યાં છે ત્યારે બીજા વર્ષ માં આ પ્રદર્શન માં કુલ ૪૦ થી વધુ કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે આર્ટ ગેલેરી ખાતે આ પ્રદર્શન ચાર દિવસ ચાલનારા છે જેમાં સમગ્ર ગુજરાતના શહેરોમાંથી ૧૮ થી વધુ કલાકારોના ઍક્રેલિક કલર/ ઓઇલ કલર ઓન કેનવાસ, સ્ટ્રિંગ આર્ટ, પિચ્છવાઈ, મોર્ડન આર્ટ, એબસ્ટ્રેક, રિયાલિસ્ટિક , પેન્સિલ સ્કેચ, ટ્રેડિશનલ આર્ટ, સ્ટ્રેકચર વર્ક, મીનીએચર અને તથા કલે વર્ક આર્ટ જેવી વિવિધ કેટેગરીના અદ્ભૂત ચિત્રો પ્રદર્શન માં જૉવા મળશે..
આ તમામ કલાકારોમાં જુનાગઢ જિલ્લાના ચુડા (સોરઠ) ગામના વતની શ્રી હિતેન્દ્ર ભીખુભાઈ નાગાણી પણ આ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે અમારી સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે તેઓ નું આ છઠું સમૂહ ચિત્ર પ્રદર્શન છે આ પહેલા તેઓ રાજકોટ ખાતે ત્રણ વખત તથા વડોદરા મુકામે કીર્તિ મંદિર આર્ટ ગેલેરી ખાતે એક વખત તથા ભાવનગર ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે એક વખત ભાગ લઈ ચૂક્યા છે જેમાં વડોદરા ખાતે તેઓ ના બે ચિત્રો સેલ પણ થયા તથા ભાવનગરઃ ખાતે ૧ચિત્ર સેલ થયું હતું.આ વખતે તેઓના ચાર ચિત્રો પ્રદર્શન માં છે જેમાં એક “રાધા ક્રિષ્ના” નું છે જે એક્રેલિક કલર દ્વારા બનાવવાં
માં આવેલ છે જ્યારે બીજું ચિત્ર “રાધા” નું છે જેમાં એક્રેલિક કલરનો ઉપયોગ કરી ને નયન રમ્ય આંખોને જોતા ગમી જાય તેવી ઈફેક્ટ તથા ભાવવાહી મુખમુદ્રા સાથેના છે ,ત્રીજું ચિત્ર નું ટાઇટલ છે…”ડોમેસ્ટિક પ્રિઝનર”…..ઘરેલુ કેદી…જેમાં એક સ્ત્રી ની એકલતા માછલી ઘર દ્વારા દર્શાવવામાં આવેલ છે…જ્યારે ચોથું ચિત્ર .. મલ્ટી કલર માં છે તેમનું ટાઈટલ છે …” સ્માઇલ યુ” તેમના આ ચિત્રો મુલાકાતીઓ તથા સિનિયર આર્ટીસ્ટો દ્વારા પ્રસંશા કરવામાં આવી રહી છે તેમની કલાને બિરદાવવામાં આવી રહી છે.તેઓ Instagram. માં..naganihitesh…facebook પેઇઝ..urban art & craft નામે સોશિયલ મીડિયામાં એક્ટિવ છે..આગામી સમય માં તેઓ ભાવનગર ખાતે ના તેમના ૭ માં આર્ટ એક્સીબિશન માં ભાગ લેશે તેમ જણાવ્યુ હતું. આપણે સૌ તેમને કલા ક્ષેત્રે આગળ વધે તેવી શુભકામના પાઠવીએ.
સમગ્ર દ્વારા સુંદર વ્યવસ્થા સંચાલન કરવામાં આવેલ હતું. ફોટોગ્રાફી ની જવાબદારી જૂનાગઢઃ ના આર્ટિસ્ટ હિતેન્દ્ર નાગાણી એ નિભાવી હતી..


