Gujarat

સાવરકુંડલા શહેરમાં અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા દ્વારા માનનીય પ્રધાનમંત્રી મોદીજીની મન કી બાત મોદી જી કે સાથના ૧૦૦ માં એપિસોડ નિહાળવા માટેનું આયોજન કરવામાં આવ્યું..

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
“मन की बात, मोदी जी के साथ”
MannKiBaat દેશના સહુ નાગરિકો માટે કંઈક નવીન જ્ઞાન સાથે વિચારો વહેંચવાનું તેમજ શીખવાનું ઉત્કૃષ્ટ માધ્યમ બન્યું છે, ત્યારે જનતાના હૃદયની અનુભૂતિને વાચા આપતા આદરણીય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી  દ્વારા વર્ષ ૨૦૧૪ માં રેડીયોના માધ્યમથી MannKiBaat કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરવાની નવીન પહેલના ભાગરૂપે આજે સાવરકુંડલા શહેરના શક્તિ કેન્દ્ર, વોર્ડ નંબર ૧ ના બુથ ન.૧૬૨ ના પ્રમુખશ્રી અને અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા દ્વારા આ કાર્યક્રમના ૧૦૦માં એપિસોડ નિહાળવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર ૧૦૦ વિધવા બહેનો, ૧૦૦  આયુષ્માન લાભાર્થી બહેનો,૧૦૦ ઉજ્વલા ગેસ લાભાર્થી બહેનો તથા આ આ બુથના સર્વે મતદાતાઓ અને ભારતીય જનતા પાર્ટીના સમર્થકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.  અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડાપ્રધાનશ્રીનું ઊર્જાવાન વક્તવ્ય સાંભળી તેમનું બહુમૂલ્ય માર્ગદર્શન મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, જે બદલ અંત:કરણપૂર્વક ધન્યતા અનુભવું છું.

IMG-20230430-WA0031.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *