Gujarat

 એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ને દિલ્હી ખાતે ભારત ભૂષણ રત્ન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યું.

મકસુદ કારીગર,કઠલાલ
દિલ્હી ખાતે યોજાયેલા ભારત ભૂષણ રત્ન એવોર્ડ , રાષ્ટ્રિય સન્માન કાર્યક્રમ માં બાલાસિનોર એક્તા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા થતી સેવાકિય પ્રવૃત્તિઓ Covind 19 ના સમયગાળામાં દિવ્યાંગોને માસ્ક બનાવવાનું  કામ આપ્યું તેમજ Covind 19 કોરોના  હોસ્પિટલ શરૂ કરવામાં આવ્યું,15 હાથ લારી નો વિતરણ કરવામાં આવ્યું તેમજ  10 સાયકલનો વિતરણ કરવામાં આવ્યું એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ની વિવિધ સેવાકીય કાર્યને લઈને  રાષ્ટ્રીય સન્માન ભારત ભુષણ સેવા રત્ન એવોર્ડ (National Award) થી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ બાલાસિનોરને દિલ્હી ખાતે સન્માનિત કરવામાં આવ્યું.
અખંડ ભારતીય રાષ્ટિય સેવા દલ (શ્રીમદ્ નારાયણ ફાઉન્ડેશન)  ના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણસિંહજી સિંધા અને તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતુ.
આ એવોર્ડ  સમારંભમા ગુજરાત તેમજ અલગ અલગ રાજ્યો માંથી સેવાભાવી સંસ્થાઓ નું સન્માન કરવામાં આવ્યું હતુ.
ત્યારે એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ના રિયાઝ શેખ દ્વારા જણાવ્યું હતું કે આ સન્માન મારું નહિ એક્તા ચેરીટેબલ ટ્રસ્ટ બાલાસિનોર પરિવાર ટીમ નું છે.
આપ સર્વ જ્ઞાતિ, સર્વ સમાજ , સર્વ ધર્મ ના લોકો નું છે,જેને અમને આ સેવાકીય પ્રવૃતિઓ મા તન, મન, થી સાથ સહકાર આપ્યો છે, તેમનું છે, આપ સૌનું છે.અને તેઓએ સર્વે નો આભાર વ્યક્ત કર્યો હતો.

IMG-20230319-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *