Gujarat

કલેક્ટર શ્રી રચિત રાજની ‘નો પેન્ડન્સી’ ની નેમ સાથે સીટીઝન સેન્ટ્રીક વહીવટને પ્રાધન્ય

હાલમાં જૂનાગઢ જિલ્લામાં CMO અને PG પોર્ટલ પર એક પણ પેન્ડિંગ નથી. એટલે કે, ઓનલાઈન પ્રધાનમંત્રીશ્રીના અને મુખ્યમંત્રીશ્રીના કાર્યલયને જૂનાગઢ જિલ્લાની રજૂઆત- ફરિયાદનુ  નિરાકરણ કરવામાં આવ્યું છે. આ માટે અરજદારોને તેમની ફરિયાદ-રજૂઆત પ્રત્યનો જવાબ સમયમર્યાદામાં રજૂ કરી દેવામાં આવ્યો છે.

    જિલ્લા કલેક્ટર શ્રી રચિત રાજ ‘નો પેન્ડન્સી’ ની નેમ સાથે કામ કરી રહ્યા છે. નાગરિકોની એક પણ અરજી પેન્ડિંગ ન રહે અને સમયમર્યાદામાં રજૂઆતોનો સકારાત્મક ઉકેલ આવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરતુ લક્ષ્ય સેવવામાં આવી રહ્યું છે.

     જિલ્લાની રજૂઆતો-ફરિયાદોનું  નિવારણ માટે અસરકારક વ્યહરચના બનાવવામાં આવી છે. જિલ્લાના જુદા-જૂદા વિભાગો સાતે સંક્રિય સંકલન રાખીને નાગરિકોની રજૂઆતોનો સમયમર્યાદમાં ઉત્તર પાઠવવામાં આવે છે.

    ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં PG પોર્ટલમાં ત્રણ જિલ્લાની એક પણ અરજી પેન્ડિંગ નથી. તેમાંથી જૂનાગઢ જિલ્લો એક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *