Gujarat

ખેડા જિલ્લાના યોગ સાધકો માટે યોગ સ્પર્ધાના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત સાંસદ યોગ (ભાઈઓ/બહેનો) સ્પર્ધામાં ભાગ લેવા ૧૩/૦૬/૨૦૨૩ અંતિમ તારીખ
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, નડીયાદ (ખેડા) દ્વારા સાંસદ યોગ (ભાઈઓ/બહેનો) સ્પર્ધા યોજવામાં આવનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, નડીયાદ ખાતેથી સ્પર્ધાના ફોર્મ મેળવી તા. ૧૩/૦૬/૨૦૨૩ સુધીમાં ફોર્મ ભરી જમા કરવાના રહેશે. વધુ વિગત માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના ફોન ન ૯૪૦૮૨૫૯૫૮૮ ઉપર સંપર્ક કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *