પ્રાઈઝ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડાની ખરીદી માટે ખેડૂતો એ તા ૨૮/૨/૨૦૨૩ સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
ભારત સરકારશ્રી દ્વારા રવિ ૨૦૨૨ – ૨૩ માટે પ્રાઈઝ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડાની ખરીદીનો નિર્ણય લેવામાં આવેલ છે. જેમાં તુવેર માટે રૂ. ૬૬૦૦/, ચણા માટે રૂ.૫૩૩૫/- , અને રાયડા માટે રૂ.૫૪૫૦/- પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. પ્રાઈઝ સપોર્ટ સ્કીમ હેઠળ આ પાકોમાં ટેકાના ભાવે ખરીદી તારીખ ૧૦/૩/૨૦૨૩ થી શરૂ કરવામાં આવશે.
આ ખરીદી અન્વયે ખેડૂતો તા.૧/૨/૨૦૨૩ થી તા. ૨૮/૨/૨૦૨૩ સુધી ચાલુ રહેનાર છે. જેમાં ગ્રામ્ય કક્ષાએ ઇ ગ્રામ કેન્દ્ર ખાતેથી વીસીઈ મારફતે ખેડૂતોની નોંધણી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. જેમાં જૂનાગઢ જિલ્લાના ખેડૂતો વધુમાં વધુ ટેકાના ભાવે ખરીદી અંગેનું રજીસ્ટ્રેશન કરે અને વધુમાં વધુ ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા જેટલા ખેતીવાડી અધિકારી શ્રી જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
