૧૫ મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા તા.૫ ફેબુ્આરી, ૨૦૨૩ના રોજ યોજાશે. જેમાં દેશના ૧૩ રાજ્યોના ૬૩૮ સ્પર્ધકો ગરવા ગિરનારને સર કરવા માટે દોટ મૂકશે.
રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સયુંક્ત ઉપક્રમે આયોજિત આ સ્પર્ધાનો સાસંકૃતિક મંચ, મહંત શ્રી મંગલનાથજીના આશ્રમ પાસે, ગિરનાર તળેટી, ભવનાથ ખાતેથી તા.૫ ના રોજ સવારે ૬-૪૫ કલાકે મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર ફ્લોગ ઓફ કરી પ્રારંભ કરાવશે. સ્પર્ધા પૂર્ણ થયા બાદ મહંત મંગલનાથજી આશ્રમ ખાતે બપોરે ૧૨ કલાકે ઈનામ વિતરણ સમારોહ યોજવામાં આવશે.
૧૫ મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આરોહણ અવરોહણ સ્પર્ધાના ઇનામ વિતરણ સમારોહમાં મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર,જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ શાંતાબેન દિનેશભાઈ ખટારિયા, સાસંદશ્રી રાજેશભાઈ ચુડાસમા, સાસંદ શ્રી રમેશભાઈ ધડુક, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, શ્રી અરવિંદભાઈ લાડાણી, શ્રી ભુપેનદ્રભાઈ ભાયાણી ,જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી રચિત રાજ, જૂનાગઢ મહાનગરપાલિકા કમિશ્નર શ્રી રાજેશ તન્ના, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ સ્પર્ધામાં સ્પર્ધકો ૧૪ થી ૧૮ અને ૧૯ થી ૩૫ ની વય મર્યાદામાં સિનિયર-જુનિયર વિભાગમાં ભાગ લઈ લેશે. બન્ને વિભાગના ભાઈઓ માટેની આ સ્પર્ધા ગિરનાર તળેટીથી અંબાજી મંદિર સુધીના ૫૫૦૦ પગથીયા અને બન્ને વિભાગની બહેનો માટે ગિરનાર તળેટીથી માળી પરબ સુધીના ૨૨૦૦ પગથીયા ચઢીને ઉતરવાના રહેશે. ભાઈઓની સ્પર્ધાની સમય મર્યાદા ૨-૦૦ કલાક અને બહેનોની સ્પર્ધા માટે ૧-૩૦ કલાકની સમય મર્યાદા રહેશે. આ સ્પર્ધા નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરનાર સ્પર્ધકોને જ પ્રમાણપત્રો આપવામાં આવશે. આ ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાને લઈને તમામ તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.
