Gujarat

ગૃહ રાજ્યમંત્રીશ્રીએ પ્રતિકાત્મક રીતે ક્રિકેટ રમી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે જૂનાગઢના બિલખા રોડ સ્થિત પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કર્યું હતું.

લોક ભાગીદારીથી બનાવવામાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કર્યા બાદ ગૃહ રાજ્યમંત્રીશ્રી એ ગ્રાઉન્ડનું નિરક્ષણ કર્યું હતું.મંત્રી શ્રી એ પ્રતિકાત્મક રીતે ક્રિકેટ રમી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

આ વેળાએ ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, શ્રી દેવાભાઈ માલમ,મેયર શ્રી ગીતાબેન પરમાર, શ્રી હરેશભાઈ પરસાણા, શ્રી ગીરીશભાઈ કોટેચા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, શ્રી પુનિતભાઈ શર્મા,શ્રી દિનેશભાઈ ખટારીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢના આઈજી શ્રી મયંકસિંહ ચાવડા, એસપી શ્રી રવિ તેજા વાસમ શેટી સહિતના પોલીસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *