Gujarat

છેલ્લા અઢી વર્ષથી પેરોલ રજા પરથી ફરાર પાકા કામનો કેદી આરોપી ને ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્ક્વોડ  

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી તેમજ જેલ ફરારી કેદીઓ આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ સુચના કરતા એસ.એન.બારીયા, પોલીસ સબ ઈન્સ્પેક્ટર, પેરોલ ફર્લો સ્કવોડ, છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ટાફના પોલીસ માણસોને અંગત બાતમીદારથી બાતમી હક્કીત મળેલ કે, છોટાઉપુર પોલીસ સ્ટેશન I ગુ.ર.નં.૧૦/૨૦૦૮ ઇ.પી.કો કલમ ૩૦૨, ૨૦૧, ૫૦૪, ૫૦૬(૨) BAct ૧૩૫ મુજબના ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવતો પાકા કામનો કેદી મોરબી જીલ્લાના હળવદ ખાતે ખેતી કામ કરતો હોવાની મળેલ ચોક્કસ બાતમી આધારે સદર ગામે તપાસ કરી આરોપી અંગારીયાભાઇ રામજીભાઇ નાયકા  ઝડપી પાડી છોટાઉદેપુર સબ જેલ ખાતે મોકલી આપેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230606_123843.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *