છોટાઉદેપુર જિલ્લામાં મધ્યપ્રદેશથી નીકળતી ઓરસંગ નદી નર્મદા નદીમાં ભળે છે જ્યારે અશ્વિન હેરણ અને મેણ નદી ગુજરાતના છેવાડાના ગામોના કોતરો માંથી થઈને નીકળે છે અને નર્મદા નદીમાં ભળે છે આ તમામ નદીઓ 90 કિલોમીટરના વિસ્તારમાંથી પસાર થાય છે ઉનાળા ની શરૂઆત થઇ ચુકી છે અને આ તમામ નદીઓ સૂકી ભટ્ટ થઇ ગઇ છે જેનાથી હેડ પમ્પ તેમજ બોર ના પાણી ના તળ નીચા જતા રહ્યાં છે જેના કારણે છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓના ગામડાઓમાં પાણીની ભારે તંગી પડે છે જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં કોઈ પણ પાણી સંગ્રહ માટે મોટો ચેક ડેમો પણ ના હોવાથી ઉનાળા ના સમયમાં પાણીની ભારે તંગી તંગી પડે છે જયારે નર્મદા ડેમનું પાણી છેક કચ્છ ભુજ સુધી પહોંચાડવામાં આવે છે અને અમુક નદીઓમાં પણ નર્મદા ડેમનું પાણી છોડવામાં આવે છે જો આ ચારેવ નદીઓમાં નર્મદા ડેમનું પાણી છોડવામાં આવે તો પાણીની મુશ્કેલી દૂર થઈ શકે તેમ છે હાલ તો આ તમામના નદીઓ સૂકી ભટ્ટ બનતા આવનાર ઉનાળાના સમયમાં લોકોને પાણીની ભારે તંગી પડશે તેવું હાલ લાગી રહ્યું છે
ફોટો લાઈન :- કવાટ તાલુકામાંથી પસાર થતી હેરણ નદી ઉનાળાનો સમય ચાલુ થતા ની સાથે જ કોઈ કટ દેખાવા માંડી છે તેની તસવીર
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


