Gujarat

જામનગર પોલીસે મોરકંડા પાસેથી કારમાંથી દારૂનો ૮.૩૩ લાખનો મુદામાલ કબ્જે કર્યો પણ કારચાલક ફરાર

જામનગર
જામનગર તાલુકાના મોરકંડા ગામ પાસેથી પંચ બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઈંગ્લીશ દારૂની ૨૬૬ નંગ બોટલ સહિત રૂ.૮.૩૩ લાખનો મુદામાલ કબ્જે કરી કારચાલક નાશી જતા શોધખોળ હાથ ધરી છે. હકીકતમાં, મળતી માહિતી મુજબ જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા જામનગર જિલ્લામાં દારૂ જુગારના કેસો શોધી કાઢી દારૂબંદી પર કડક કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ હોય જેના અનુસંધાને ગ્રામ્ય ડીવાયએસપી ડી.પી. વાઘેલા તથા સર્કલ પીઆઈ એમ.આર. રાઠવાના માર્ગદર્શન હેઠળ પંચ બી ડિવિઝનના પીએસઆઈ એમ.એ. મોરીની સૂચનાથી ઇન્ચાર્જ પીએસઆઈ એ.વી. સરવૈયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન સ્ટાફના ક્રિપાલસિંહ જાડેજા, ર્નિમળસિંહ જાડેજા અને સુમિતભાઈ શિયારને બાતમી મળી હતી કે, મોરકંડા ગામ પાસે એક કારમાં દારૂની હેરાફેરી થઇ રહીછેજે અન્વયે દરોડો કરો મોરકંડા પાસેથી જીજે ૦૧ આરપી ૪૪૪૭ નંબરની વર્ના કારમાંથી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની રૂ. ૧.૩૩ લાખ ની ૨૬૬ નંગ બોટલ મળી આવતા રૂ.૭ લાખ ની કિંમતની કાર સહિત કુલ મળી રૂ. ૮.૩૩ લાખ નો મુદામાલ કબ્જે કરી દરોડા દરમિયાન કારચાલક નાશી જતા તેની સામે પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *