Gujarat

જામનગરની દિવ્યાંગ મહિલાઓ નિઃશુલ્ક તાલીમ સહાય યોજનાનો લાભ મેળવી શકશે

જામનગર બાગાયત વિભાગની કચેરી દ્વારા જામનગરની દિવ્યાંગ મહિલાઓ માટે નિઃશુલ્ક તાલીમ
સહાય યોજના હેઠળ કલાસીસનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત, મહિલાઓને વિવિધ પ્રકારની શાકભાજીઓ અને
ફળ ઉગાડવાની તાલીમ આપવામાં આવશે. તેમજ અથાણાં, શરબત, કેચઅપ, મુરબ્બો વગેરે જેવા વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થો
પણ કેવી રીતે બનાવવા તે શીખવવામાં આવશે.
આ યોજના હેઠળ મહિલાઓને 5 દિવસ સુધી 7 કલાકનું એક સત્ર તેવી રીતે તાલીમ આપવામાં આવશે. આ મહિલાઓ ગુજરાત
રાજ્ય ક્ષેત્રની હોવી જોઈએ. પ્રતિ દિવસ લાભાર્થીઓને રૂ. 250 જેટલું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે. ક્લાસીસમાં ભાગ
લેવા માટે ઇચ્છુક લાભાર્થીએ પોતાનું પૂરું નામ, સરનામું, મોબાઈલ નંબર તેમજ રેશનકાર્ડ, આધારકાર્ડ, બેન્ક એકાઉન્ટની
વિગતો અને વિકલાંગ બસ પાસની નકલો અરજી પત્રક સાથે જોડીને નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન-
4, પ્રથમ માળ, સુભાષ પુલ પાસે, જામનગર ખાતે કચેરી સમય દરમિયાન જમા કરાવવાની રહેશે.
હાલમાં, વહેલા તે પહેલાના ધોરણે 50 બહેનોનું જ રજીસ્ટ્રેશન કરવામાં આવશે. આ અંગે, વધુ માહિતી બાગાયત કચેરીના સંપર્ક
નં. 0288- 2571565 પરથી મેળવી શકાશે. તેમ જામનગર દિવ્યાંગ સમાજ પ્રમુખ શ્રી સત્તારભાઈ એમ. દરદાજાની યાદીમાં
જણાવવામાં આવ્યું છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *