જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કોલ ગામના
નાગરિકોને મળ્યો પાણીની સમસ્યામાંથી છુટકારાનો વિશ્વાસ
રાજય સરકાર દ્વારા લોકોની સમસ્યાઓનો સ્થળ પર જ નિકાલ આવે એ માટે થતા જિલ્લા સ્વાગત જેવા કાર્યક્રમો થતા રહે અને લોકોની સમસ્યાઓનો નિકાલ પણ થતો રહે એવી અપેક્ષા છોટાઉદેપુર તાલુકાના કોલ ગામના મુનસિંગભાઇ રાઠવાએ વ્યક્ત કરી હતી.
વાત જાણે એમ બની હતી કે, છોટાઉદેપુર જીલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનમાં આવેલા વિડીયો કોન્ફરન્સ હોલમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ સ્વાગત કાર્યક્રમમાં કોલ ગામના મુનસિંગભાઇ રાઠવાએ પણ ગામની પાણીની સમસ્યા અંગે રજૂઆત કરી હતી.
જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં યોજાયેલા સ્વાગત કાર્યક્રમ દરમિયાન મુનસિંગભાઇને પાણી પુરવઠા વિભાગના અધિકારીની રૂબરૂમાં તેમની સમસ્યા અંગે શરરજૂઆત કરવાની તક મળી. જિલ્લા કલેકટરે તેમની સમસ્યાનું નિરાકરણ કરવા માટે પાણી પુરવઠા વિભાગને તાકીદ કરી સમસ્યાનો વહેલી તકે નિવેડો લાવવા જણાવ્યું હતું.
આ અંગે વાત કરતા મુનસિંગભાઇએ જણાવ્યું હતું કે, અમારા કોલ ગામમાં મીની પાણી પુરવઠા યોજના જે આધારિત યોજના છે. જેના બોરમાં પાણી સુકાઇ જવાથી અમે પાણી પુરવઠા વિભાગમાં નવો બોર કરવા માટે અરજી કરી હતી. ત્યાંથી અમને કોઇ જવાબ ન મળતા અમે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી હતી.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અમને રૂબરૂ બોલાવવામાં આવ્યા અને પાણી પુરવઠા અધિકારીની ઉપસ્થિતિમાં અમારી સમસ્યા નિવારવા માટે ચર્ચા કરવામાં આવી. અમને અમારી પાણીની સમસ્યા નિવારવા માટેનો વિશ્વાસ આપવામાં આવ્યો છે.
માટે જ કહું છું કે, આવા જિલ્લા સ્વાગત કાર્યક્રમો થતા રહેવા જઇએ જેથી લોકોની સમસ્યા પણ હલ થતી રહેશે એમ તેમણે ઉમેર્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


