અહેવાલ સોની હરેશ ભાઈ પી સતીકુંવર
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગ દ્વારા મહા શિવરાત્રી પર જુનાગઢ વિભાગ દ્વારા કુલ ૨૫૪ ઍસ.ટી બસો સાથે બસ સેવા જુનાગઢ એસટી બસ સ્ટેશન થી ભવનાથ તળેટી સુધી માત્ર રૂપીયા ૨૦ ના ભાડા થી સુંદર વ્યવસ્થા કરી હતી જેમાં વિભાગીય નિયામક શ્રી આર આર શ્રીમાળી સાહેબ અને વિભાગીય પરિવહન અધિકારી પી પી ધામા સાહેબ દ્વારા જણાવ્યું હતું કે કોઈ પણ જાતના ભાડા વધાર્ય વગર માત્ર રૂપીયા ૨૦ ના ભાડા થી ૨૪ કલાક એસટી બસ સેવા મળે તે હેતુથી ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૧૮૫૬ મુસાફરો ને પ્રોત્સાહન સાથે સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૪૩૭૦૬૦ આવક મળી હતી અને વધુમાં
કોઈપણ યાત્રિકો ને કોઈ પણ પ્રકાર ની મુશ્કેલી ઓ સમસ્યાઓ ઊભી ન થાય તે હેતુથી તમામ પ્રકારની તકેદારી સાથે સફળ આયોજન કરવામાં આવ્યું હતું કુલ ૬૬ મીની બસો અને ૧૮૮મોટી બસો સાથે સુંદર રીતે વ્યવસ્થા કરી ભવનાથ તળેટી સુધી અવર જવર માટે એસટી બસ સેવા મળે તે હેતુથી ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ રાજકોટ ઉના કોડીનાર અમરેલી જામનગર અને સોમનાથ મહાદેવ મંદિર દર્શન માટે જ્વા માટે ૪ એડવાન્સ બુકિંગ ના કાઉન્ટર નિ વ્યવસ્થા કરી હતી જેમાં યાત્રિકો ને સરળ રીતે મુસાફરી કરવા માટે ની વ્યવસ્થા કરી હતી અને ભવનાથ તળેટી થી પણ સિધુ બુકિંગ સેવાનો લાભ મળે તે હેતુથી ખાસ પિકઅપ સ્ટેન્ડ ખાતે સવારે ૬ થી રાત્રિના ૧૦ વાગ્યા સુધી એડવાન્સ બુકિંગ સેવાનો ની સુવિધા આશીર્વાદ સમાન મળેલ વધુમાં જુનાગઢ પરિવહન અધિકારી પી પી ધામા ધામા સાહેબ ભુતકાળ માં વેરાવળ ડેપો મેનેજર તરીકે નિ સુંદર કામગીરી બજાવી યાત્રાધામ સોમનાથ થી અનેક નવા રુટ ની સુવિધા પૂરી પાડવા માટે સહયોગ આપ્યો હતો અને જુનાગઢ ડેપો મેનેજર તરીકે પણ સફળ પ્રયાસો સાથે મેળા નો બહુળો અનુભવી સાથે મહા શિવરાત્રી પર જુનાગઢ ભવનાથ તળેટી અવર જવર માટે એસટી બસ સેવા ની સુવિધા માટે સહયોગી બની નિગમ ની આવકમાં વધારો થાય તે હેતુથી ખાસ સુંદર આયોજન આર આર શ્રીમાળી સાહેબ અને પીપી ધામા સાહેબ ના સફળ પ્રયાસો સાથે એસ.ટી તંત્ર ને સારી એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું પત્રકાર સોની હરેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


