જૂનાગઢ જિલ્લાની જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં સરકારશ્રીના ઓગમેન્ટેશન ઓફ ટેપ કનેકટીવીટી ઇન જનરલ કાર્યક્રમ અંતર્ગત જીલ્લાના ૮ ગામના રૂા.૨.૮ કરોડ ના ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓને વહીવટી મંજુરી આપવામાં આવી હતી. જે અનવ્યે જૂનાગઢ જિલ્લાના ૮ ગામમાં રૂ. રૂા.૨.૮ કરોડ ના ખર્ચે પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા માટે વિકાસ કામો હાથ ધરાશે.
આ ૮ ગામોમાં વિસાવદર તાલુકાના શોભાવડલા ગામ માટેના રૂા. ૫૨.૯૬ લાખ, ભેંસાણ તાલુકાના ગોરવીયાળી ગામ માટે રૂા.૩૮.૨૨ લાખ, કેશોદના પાડોદર ગામની રૂા.૪૫.૦૮ લાખ, મેંદરડાના ચાંદ્રાવાડી ગામ માટે રૂા ૨૧.૬૭ લાખ, મેંદરડાના બાબરતીરથ ગામ માટે રૂા ૧૪.૮૮, વિસાવદરના સરસઈ ગામ માટે ૪.૬૯ લાખ,માળીયાહાટીના તાલુકાના દેવગામ ગામ માટે રૂા ૪.૪૮ લાખ, જૂનાગઢના પ્રભાતપુર ગામની રૂા ૨૬.૩૮ લાખ રૂપિયાના કામ ને મંજુરી આપવામા આવી છે.
આ બેઠકમાં જૂનાગઢ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એલ.બી. બાંભણીયા,જૂનાગઢ વાસ્મોના કાર્યપાલક ઇજનેરશ્રી વી.વી.કારિયા સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
